તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:મેઇન્ટેનન્સની કામગીરીના પગલે સંકુલમાં વીજ પુરવઠો બંધ રહેશે

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.16થી 22 સુધી મરંમતની કામગીરી કરવા કરાયેલી જાહેરાત
  • ફીડર વાઇસ સવારે 7થી 12 વીજ પુરવઠો બંધ રહેશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ગાંધીધામ- આદિપુરમાં પ્રિ-મોન્સુનની કામગીરી સંદર્ભે મેઇન્ટેનન્સની કાર્યવાહીનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ફીડરોમાં રોજેરોજ તા.16થી 22 સુધી આ કામગીરી હાથ ધરાશે. જેમાં સવારના 7થી 12 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ તા.16ના સેક્ટર-8થી 12-સી, 10-બીસી, શક્તિનગર, તા.17ના ઝૂલેલાલ અને ભાઇપ્રતાપનગર ફિડરના 12-બી, ચારસો ક્વાટર્સ, બેંકીંગ વિસ્તાર વગેરે તેમજ તા.18ના ગુરૂકુળ અને સિંધુ ભવનના ફીડરના વોર્ડ 7 એ,બી,સી,ડી, 10-બીસી વગેરે, તા.17ના હરીઓમ અર્બનમાં 4-એ,બી, આદિપુર શહેરી વિસ્તાર, તા.18ના સાધુ વાસવાણીના 6એબી, રામબાગ હોસ્પિટલ સહિતનો વિસ્તાર, તા.17ના ડીપીટી અર્બન, વોર્ડ 2-એ, 3-એ વગેરે, તા.18ના વેલસ્પન અર્બનના ડીસી-5, 5-બી વગેરે, તા.19ના સુભાષનગર અને સુંદરપુરીના વોર્ડ 8-એ, 10-એએ વગેરે, તા.20ના સપનાનગરના સેક્ટર-2,3 સહિતનો વિસ્તાર, તા.20ના ગોપાલપુરીના રેલવે કોરોની, ગોપાલપુરી કોલોની, અપનાનગર વગેરે અને તા.22ના મહેશ્વરીનગર અને ભારતનગરના વોર્ડ 9-એઇ, 9-બીડી, વોર્ડ 11-એ,ડી વગેરે વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ સંકુલમાં પીજીવીસીએલ દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે વીજ ફીડરોની મરંમત કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં દર ચોમાસે લોકોને વીજળીના ધાંધિયાનો સામનો કરવો પડે છે. આ વખતે પીજીવીસીએલ દ્વારા સજ્જડ કામગીરી કરવામાં આવે તેવી માંગ જાગૃત લોકોમાંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...