તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Gandhidham
 • The Port Stands Against The Private Port, The Bill For That; The Major Port Authority Bill, 2020 Was Passed In The Rajya Sabha Instead Of The Major Port Trust 1963

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા કરવી પડશે:પોર્ટ ખાનગી બંદર સામે ટકેે, તે માટેનું બિલ; મેજર પોર્ટ ટ્રસ્ટ 1963ના બદલે મેજર પોર્ટ ઓથોરિટી બિલ, 2020 રાજ્યસભામાં પસાર થયું

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે એક પણ પોર્ટ નુકસાનમાં ન હોવાનો શિપિંગ મંત્રીનો દાવો
 • દીન દયાળ પોર્ટમાં વ્યાપક અસર થવાની સંભાવનાના પગલે કર્મચારીઓમાં થઇ રહી છે અટકળ

સંસદમાં રાજ્યસભાથી બુધવારના મેજર પોર્ટ ઓથોરિટી બીલ, 2020 પસાર કરવામાં આવ્યું હતું. કેંદ્રિય શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં આ વિધેયક રજૂ કર્યું હતું, જેને પસાર કરવામાં આવ્યું છે. હવે આ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરીની મ્હોર માટે તેમની સમક્ષ લઇ જવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી આ બીલ ચર્ચામાં રહ્યું હતું, તો પરોક્ષ રીતે આ બીલ ખાનગીકરણને પાછલા દરવાજે પ્રવેશ આપી રહ્યાની ચર્ચા અને આરોપ પણ ભુતકાળમાં અને સંસદમાં પણ આ બીલની ચર્ચા દરમ્યાન ઉઠ્યા હતા. જેના પ્રત્યુતરમાં શિપિંગ મંત્રીએ ‘અમે ક્યારેય પોર્ટનું ખાનગીકરણ નહી કરીએ’ તેમ જણાવીને ‘આ બીલ પ્રાઈવેટ પોર્ટની સ્પર્ધા કરીને સરકાર હસ્તકના પોર્ટ ટકી શકે તે માટે હોવાનું’ જણાવ્યું હતું. દીન દયાળ પોર્ટ સહિતના અન્ય બંદરોમાં હવે મેજર પોર્ટ ઓથોરિટી થતાં અનેકવિધ સુધારા-વધારાઓ જોવા મળશે.

દીન દયાળ પોર્ટને લાગે વળગે ત્યાં સુધી મેજર પોર્ટ ટ્રસ્ટ 1963 એક્ટ રદ્દ થતાં તેના કારણે નવા મેજર પોર્ટ બિલને લઇને લાંબા સમયથી ફેરફારો અંગે અટકળો થતી હતી. આ બિલમાં જાણકારોના મત મુજબ એવી પણ જોગવાઇ છે કે, લેબર ટ્રસ્ટી જે અગાઉ યુનિયનમાંથી આવતા હતા તેમાં સુધારો થઇને બંદરમાં કાર્યરત હોય તે ટ્રસ્ટી બની શકશે. તેને લઇને અત્યાર સુધી ચાલતી માળખાકીય પરીસ્થિતિમાં પણ ફેરફારો આગામી દિવસોમાં આવશે. એચએમએસના આગેવાન મનોહર બેલાણીનું નિધન થતાં તેની જગ્યા પણ ખાલી પડી છે. તે અંગે પ્રક્રિયા વિવાદમાં પડી છે. અધિકારીઓની પણ અન્ય બંદરો પર બદલીની સાથે સાથ અન્ય પણ કેટલાક ફેરફારો થાય તેવી પણ શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડ્રેજિંગના નામે સમુદ્ર ખોદ્યો, ચુકવણુ પણ થઈ જતું!
મંત્રી માંડવીયાએ બીલનો વિરોધ કરનારાઓને તેમની સરકાર સમયે પોર્ટ્સમાં ચાલતું હતું તે યાદ કરાવવાની ટીપ્પણી કરતા કહ્યું હતું કે ‘તેમના સમયમાં તો ડ્રેજીંગના ચાલતું રહેતું હતુ, પોર્ટ લુંટાતા હતા. ક્યાં સમુદ્ર ખોદ્યો, કોણે ખોદ્યો, કોઇને ખબર નહિ અને તેના પેમેન્ટ પણ થઈ જતા હતા’ નોંધવુ રહ્યું કે ડીપીટીમાં ડ્રેજીંગ નામે મોટા આક્ષેપો ગત વર્ષોમાં ઉઠવા પામ્યા હતા. જેમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણીના આક્ષેપ પણ કરાયા હતા.

ધોળાવીરાને સંસદમાં યાદ કરવામાં આવ્યું
કેંદ્રીય મંત્રી માંડવીયાએ દરીયાના સ્થાનેજ લુંટારાઓ આપણા દેશમાં પહોંચ્યા હોવાની ટીપ્પણી પર પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે મેરીટાઈમ ક્ષેત્ર 5 હજાર વર્ષે જુનુ છે. આજ સમુદ્રના માર્ગે લુંટારા આવ્યા હતા, તે સત્ય છે અને ધોળાવીરા, લોથર જેવા સ્થળોએ આ ઉધોગ ધમધમતો હતો તે પણ એક બાજુ છે.

બિલથી ડીપીટી યુનિયનમાં પણ અસર પડવાના એંધાણ
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ બિલના પગલે હવે જે તે બંદરોમાં તેની અસર જોવા મળશે. અગાઉ યુનિયનો દ્વારા એવી પણ કેટલીક જોગવાઇઓ સામે વિરોધ કરીને નોંધ લેવાઇ હતી. તેમ છતાં આ બિલ પાસ થયું છે. જેને લઇને ફેડરેશન દ્વારા પુન: વિરોધ કરાય તેવી સંભાવના છે. કામદાર યુનિયન સંગઠનોની સત્તામાં પણ કાપ આવે તેવી દહેશત દીન દયાળ પોર્ટ સંલગ્ન કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

વિધેયકના મુખ્ય બિંદુઓ પર આછેરી નજર

 • આ વિધેયકમાં બંદર સત્તામંડળ બોર્ડની રચનાનું સરળીકરણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં વિવિધ હિતોનું પ્રતિનિધિત્વ કરતા 11થી 13 સભ્યો સામેલ કરવામાં આવશે, જે સંખ્યા હાલમાં 17 થી 19 સભ્યોની છે. દાવા અનુસાર વ્યાવસાયિક સ્વતંત્ર સભ્યો સાથેના નાના બોર્ડના કારણે નિર્ણયો લેવાની અને વ્યૂહાત્મક આયોજનની પ્રક્રિયા વધુ પ્રબળ બનશે. બોર્ડમાં સરકાર દ્વારા નામાંકિત સભ્યો અને મુખ્ય બંદર સત્તામંડળનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો ઉપરાંત જ્યાં મુખ્ય બંદર આવેલું હોય તે રાજ્યની સરકારના, રેલવે મંત્રાલયના, સંરક્ષણ અને કસ્ટમ્સ મંત્રાલયના, મહેસુલ વિભાગના પ્રતિનિધિઓને બોર્ડમાં સભ્યો તરીકે સામેલ કરવાની જોગવાઇ રાખવામાં આવી છે.
 • મુખ્ય બંદરો માટે ભાડાં સત્તામંડળની ભૂમિકાને ફરી પરિભાષિત કરવામાં આવી છે. બંદર સત્તામંડળને હવે ભાડાં નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે જે પીપીપી પ્રોજેક્ટ માટે બોલી લગાવવાના હેતુ માટે સંદર્ભ ભાડાં તરીકે કામ કરશે.
 • મુખ્ય બંદરો પર TAMPના પહેલાંથી હોય તેવા કાર્યો આગળ વધારવા માટે, બંદરો અને પીપીપી ઠેકેદારો વચ્ચે તકરારોના નિવારણ માટે, મુશ્કેલીમાં હોય તેવી પરિયોજનાઓની સમીક્ષા કરવા માટે મુશ્કેલમાં રહેલી યોજનાઓને સજીવન કરવા માટે પગલાં સૂચવવા માટે તેમજ બંદરો/ખાનગી પરિચાલકો દ્વારા બંદરો પર ચલાવવામાં આવતી સેવાઓ સંબંધિત ફરિયાદો પર ધ્યાન આપવા માટે આ વિધેયકમાં ન્યાયિક બોર્ડની રચના કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો