તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રજિસ્ટ્રાર કચેરીમાં સુવિધાના અભાવે લોકોને પડી રહેલી હાલાકી

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેમ્બરે મહેસુલ મંત્રીને ખુટતી કડી પૂર્ણ કરવા માગ કરી
 • જિલ્લાના આર્થિક રાજધાનીમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજીકરણ થાય છે

ગાંધીધામ ચેમ્બર દ્વારા રાજ્યના મહેસુલ મંત્રીને પત્ર પાઠવી ગાંધીધામની રજીસ્ટ્રાર કચેરીમાં અપુરતી સુવિધાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. કચ્છની આર્થિક રાજધાનીમાં આ કચેરીમાં પુરતી સુવિધાઓ ઉભી થાય તે માટે પગલા ભરવા અગાઉ પણ માગણી કરવામાં આવી છે. ફરી એક વખત રજૂઆત કરીને કચેરી નાની હોઇ અરજદારોનો ઘસારો વધુ રહેતો હોઇ દસ્તાવેજને લગતી ગોપનીયતા અથવા ગુપ્તતા પણ જળવાતી ન હોવાનું જણાવ્યું છે.

ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને રાજ્યના મહેસુલ મંત્રી કૌશીક પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા ગાંધીધામ શહેરમાં રોજના ઘણા મોટા પ્રમાણમાં દસ્તાવેજીકરણ નિયમિત રીતે થઇ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાની મહેસુલ ઉત્પાદન કરતી રજીસ્ટ્રાર કચેરી પૈકીની આ એક ગાંધીધામ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તેવેજીકરણના ઘસારાને પહોંચી વળવા પુરતા પ્રમાણમાં જગ્યા નથી. રજિસ્ટ્રાર કચેરીના ટેબલ પર દસ્તેવેજોના ઢગલા ખડકાયેલા રહે છે.

કચેરી પ્રમાણમાં નાની હોઇ અરજદારોનો પણ ઘસારો થતો હોઇ દસ્તાવેજની ગોપનીયતા અથવા ગુપ્તતા જળવાતી નથી. ઓફિસ સેવા સદનમાં પ્રથમ માળે આવી હોઇ લીફ્ટની સગવડ ન હોવાથી વયોવૃદ્ધ, મહિલાઓ અને દિવ્યાંગોને દાદરો ચડીને જવું પડે છે અને હાલાકી ભોગવવી પડે છે.

રાજ્યની સૌથી વધુ દસ્તાવેજીકરણ કરતી આ કચેરીમાં પુરતી જગ્યા સાથે યોગ્ય સ્થળે ગ્રાઉન્ડ ફ્લોર પણ ખસેડવામાં આવે જેમાં રજિસ્ટ્રારની કેબીન, દસ્તાવેજની ડેસ્ક, રેકર્ડ રૂમની વ્યવસ્થા, સ્ટેમ્પ માટેની અલાયદી ડેસ્ક, 50 માણસો બેસી શકે તેવો વાતાનુકુલિત પ્રતિક્ષાખંડ, પીવાના શુદ્ધપાણી અને શૌચાલયની વ્યવસ્થા સાથેની અદ્યતન કચેરી માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા માગણી કરી છે. શહેરીજનોની ઘણી જૂની માગણી છે. સ્મૃતિપત્રો પણ લખ્યા છે. યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યાનું માનદમંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો