તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાષ્ટ્રીય ફુટબોલ કપમાં સંકુલના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હરિયાણા ખાતે સ્પોર્ટ્સ ડે. એસો. દ્વારા હતું આયોજન
 • અંડર 19ની ગુજરાતની ટીમે ત્રીજુ સ્થાન હાંસલ કર્યું

હરિયાણા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની ફુટબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઉતમ પ્રદશન કરીને ત્રીજું સ્થાન અંકે કર્યું હતું. ગાંધીધામ ફુટબોલ ક્ષેત્રે સતત રુચી વધી રહી છે ત્યારે સ્થાનિક યુવાનો દ્વારા રાષ્ટ્રીય સ્તરે ફુટબોલમાં કરાયેલું ઉતમ પ્રદર્શન અનેકો માટે પ્રેરણાદાયી બની રહે તેમ છે. સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ એન્ડ પ્રમોશન એસોસીએશન દ્વારા હરિયાણાના કૈથલમાં દ્રિતીય રાષ્ટ્રીય ફેડરેશન કપનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની ટીમ તરીકે અમદાવાદની રોયલ લાયન્સ સ્પોર્ટ્સ એકેડમીએ ભાગ લીધો હતો. આયોજનમાં કુલ 10 રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 19ની ટીમે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. જેમાં હેડકોચ તરીકે ધર્મેંદ્રસિંહ રાઠોડ, મેનેજર યશ દવે, કેપ્ટન પ્રિયાંશું ચૌહાણએ દોરવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો