તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરવહીવટ:પાલિકા કચેરીની સામે જ ખાડામાં પાણી ભરાયા

આદિપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં એક વર્ષથી ખાડો પુરવામાં નગરપાલિકાની બેદરકારી

ગાંધીધામની નગરપાલિકાના વહીટદારોની અણઆવડત અને અધિકારીઓની નિભરતા હવે લોકોને પરેશાન કરી રહી છે. આદિપુરમાં દરરોજ હજારોની અવરજવર ધરાવતા મદનસિંહજી સર્કલ થી તોલાની કોલેજ તરફ જતા રસ્તે 1 વર્ષ પહેલાં પડેલા ખાડા પુરવામાં ન આવતા હવે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે પાલિકાની એક કચેરીની તદ્દન સામે આવેલા આ ખાડા 12 માસ કરતા વધુ સમય થી તેમની નજરમાં ના આવતા પાલિકા હવે લોકોની સમસ્યાઓના ઉકેલ માટે શું કરશે તે એક મોટો પ્રશ્ન છે.

આદિપૂરના મદનસિંહજી સર્કલ થી તોલાની કોલેજ તરફ જતા એક્સિસ બેંકના એટીએમની સામે જ લાંબા સમયથી ખાડા પડી ગયેલા જોવા મળે છે,પરંતુ પાલિકાના જવાબદારોને આ ખાડા પુરવામાં જાણે કોઈ રસ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. આ માર્ગ પર પોલીસની કચેરીઓ, બીએસએનએલ ની કચેરી, પોસ્ટ ઓફીસ, કોલેજો આવેલી છે તથા મેઘપર બોરીચીની રહેણાંક વસાહતોમાં રહેનારા હજારો લોકોની અવરજવરનો મુખ્ય માર્ગ છે. તો, નજીકમાં જ રિક્ષા અને ટેક્ષી સ્ટેન્ડ આવેલું છે, જેના લીધે બહોળી અવરજવર આ માર્ગ પર રહેતી હોય છે.

આસપાસના કેટલાક દુકાનદારો એ ગત વર્ષે જ પાલિકાના જવાબદારોને આ ખાડા પૂરવા માંગણી કરી હતી. ગત ચૂંટણીમાં અધધધ સીટો સાથે સત્તા મેળવનારા રાજકીય લોકો આદિપુર સાથે ઓરમાયું વર્તન દાખવી રહ્યા હોય તેવી લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે.

આદિપુરમાં ઠેકઠેકાણે પાણીનો ભરાવો
આદિપુરમાં માર્ગો પર નજીવા વરસાદમાં પાણીનો ભરાવો થવો સામાન્ય છે. સિંધુ વર્ષા નજીકના રેલવેના અન્ડરબ્રિજ નજીક તો થોડા વરસાદમાં જ અવરજવર બન્ધ થઈ જાય તેટલી હદે કીચડ છવાઈ જાય છે, તો 3A, 3Bમાં આંતરિક માર્ગો પર પાણી દિવસો સુધી ભરાયેલું રહે છે. આવી જ સ્થિતિ કેસરનગર, ગોલ્ડન સિટી, 4A જેવા મોટા ભાગ ના વિસ્તારોમાં છે.

બેંકીંગ સર્કલે પાણીનો નિકાલ અટક્યો
ગાંધીધામના બેંકીંગ સર્કલે પાણીનો નિકાલ અટકતાં ત્રણ દિવસથી ખાબોચીયું ભરેલું રહેતાં વાહન ચાલકો અને ખાણીપીણીના શોખીનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બેંકીંગ સર્કલમાં જ બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે સફાઇનો અભાવ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...