તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કામગીરી જરૂરી:આ તસવીર કહી જાય છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશી દારૂ છૂટથી મળે છે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક પરિવારોને બરબાદ કરતી આ બદી સામે કડક કામગીરી જરૂરી

એક તરફ કોરોનાને કારણે મોટા ભાગના કામ ધંધા બંધ છે જેમાં ઘણી સામાન્ય ચીજવસ્તુઓ મળવી અઘરી પડતી હોય છે પણ ગાંધીધામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશી દારૂ છૂટથી મળતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

ઝૂંપડા વિસ્તારમાં આમ પણ દારૂની બદી ખૂબ મોટા પાયે જોવા મળે છે અને અનેક વખત દારૂડિયાઓ અને અસામાજિક તત્વો દ્વારા લોકોને હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદો પણ કરવામાં આવેલી છે પરંતુ અત્યારે કોરોનાના વધી રહેલા કહેર સમયે લોકોને સામાન્ય ચીજ વસ્તુઓ પણ મેળવવી મુશ્કેલ બને છે તેવા સમયે આ વિસ્તારમાં જાણે દેશી દારૂ છૂટથી મળતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે જેમાં એક ઇસમ રસ્તાની વચ્ચે બેસીને દેશી દારૂની થેલી પી રહ્યો છે અને તેની આસપાસ પણ દારૂની થેલીઓ જોવા મળી રહી છે. તે દર્શાવે છે કે કેટલી માત્રામાં આ બદી આ વિસ્તારમાં વકરી ગઇ છે.

અનેક પરિવારને બરબાદ કરી નાખનાર આ દેશી દારૂની બદી વિરૂધ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તે અતિ જરૂરી છે. ગઇ કાલે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ગાંધીધામની સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે ત્યારે જો આ દેશી દારૂના અડ્ડા અને ધંધાર્થીઓ વિરૂધ્ધ પણ ઉચ્ચ કક્ષાની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...