તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં મજુરી કામ કરીને પરત જતા યુવાન પર બાઈક સવારે વાહન અથડાવ્યા બાદ લાજવાના બદલે ગાજીને છરી વડે હુમલો કરી ત્રણ ચાર ઘસરકાર ફરિયાદીને માર્યા હતા. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે હસમુખ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.1 ફેબ્રુઆરીના સાંજે તેઓ તોલાણી કોલેજમાં પ્લબરીંગનું કામ પતાવીને પરત આવ્યા હતા અને ગુરુકુળ વિસ્તારમાં પી.એન. અમરશી સ્કુલની સામેથી પગપાળા તેના સુંદરપુરી ખાતેના રહેઠાણ તરફ મીત્રો સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમના વિસ્તારમાંજ રહેતા આરોપી નિઝામ મિયાણા અચાનક સામેથી બાઈક પર આવ્યો અને વાહન ફરિયાદી સાથે અથડાવ્યું હતું. જેથી બંન્ને પડી ગયા હતા.
દરમ્યાન ફરિયાદીએ આરોપીને ઉભા કરવા જતા ફરિયાદીને માર માર્યો હતો અને છરી કાઢીને હુમલો કરી દીધો હતો. જેથી ફરિયાદીના હાથ, છાતી, ગાલમાં છરીથી ઘસરકો આવ્યો હતો. ફરિયાદી સાથે રહેલા મીત્રોએ છોડાવીને તેને લઈ ગયા હતા અને રામબાગ હોસ્પિટલમાં ફરિયાદીએ સારવાર મેળવી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ વાહન ભટકાડી, છરીની હુમલો કરી ઈજા કર્યાની અને જાતિ અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.