40 લાખની લેતી દેતીનો વિવાદ:ભાગીદારે પઠાણી ઉઘરાણી કરતાં ગાંધીધામના યુવાને એસીડ પીધું

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા અને બે પુત્રએ જાનથી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ

ગાંધીધામમાં પાર્ટનરશીપમાં પાણીનો ધંધો કર્યા બાદ 40 રુપીયાની લેતી તેદી પ્રશ્ને વિવાદ થતા ભાગીદારે તે જલદી આપી દેવા દબાણ અને ધાકધમકી કરતા ફરિયાદી યુવાને ઘરે એસીડ પી લીધુ હતું. જે હાલ સારવાર હેઠળ છે, પોલીસે પિતા અને બે પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે મુળ રાજસ્થાનના અને હાલ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા પ્રમોદકુમાર મહેશકુમાર જાંગીડએ દેવેંદ્ર ઠક્કર, મેહુલ ઠક્કર, વત્સલ ઠક્કર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તે ભારતનગરમાં રહેતા વત્સલ સાથે ભાગીદારીમાં કેનીયન વોટર કંપનીનું કામ શરૂ કર્યું હતું. જેમાં 40 લાખ જેટલુ રોકાણ કરાયું હતું. છેલ્લા એક મહિનાથી કંપનીના માલસામાનના પૈસા બાબતે વિવાદ થતા વત્સલ ફરિયાદી પાસેથી 40 લાખ માંગતો હતો. જે અંતર્ગત ફરિયાદીએ ગત બે મહિનામાં અલગ અલગ તારીખે 9 લાખ જેટલી રોકડ અને બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા, તો 10.50 લાખનું મશીન લીધેલુ હતુ, તે સિવાય વત્સલની એચ.કે. ફાયનાન્સ કંપનીમાં 8.75 લાખનું રોકાણ પણ કરેલું હતું. આમ અલગ અલગ રીતે કુલ 28.45 લાખ ચુકવી આપ્યા બા 12.49 લાખ બાકી રહેતા હતા. જે અંગે આરોપી વત્સલ ઠક્કર, તેનો ભાઈ મેહુલ ઠક્કર, તેના પિતા દેવેંદ્ર ઠક્કર અવાર નવાર ચુકવી દેવા ધાક ધમકી કરતા હતા.

આ અંગે ગત તા.13/11ના બેઠક કરીને થોડો સમય ફરિયાદીએ માંગ્યો હતો પરંતુ વત્સલ તેનો સાળો મયુર ઠક્કર રાત્રીના 11વાગ્યે ફરિયાદીના ઘરે જઈને રુપીયા સોમવાર સુધી ચુકવી દે નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકીઅપી હતી અને ગાળાગાળી કરી હતી. જેની સગવડ ન થતા ફરિયાદી 25 વર્ષીય પ્રમોદે પોતાના ઘરે બાથરુમમાં રહેલુ એસીડ ગટગટાવી લીધું હતું. જેની જાણ થતા ફરિયાદીને તેના મીત્ર પ્રથમ સારવાર માટે સ્ટર્લીંગ, ત્યારબાદ રામબાગ અને વધુ સારવાર માટે હવે ભુજ લઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...