તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યૂઅલ ઉદ્દઘાટન:20 દિનમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થયો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામેના જંગમાં ઓક્સિજનની અછત દૂર કરવા અપાયેલી સૂચના પછી શિપિંગ મંત્રીના હસ્તે વર્ચ્યૂઅલ ઉદ્દઘાટન થયું
  • માંડવીયાએ ડીપીટીને પાઠવ્યા અભિનંદન : રામબાગનો પ્લાન્ટ પણ ટુંક સમયમાં શરૂ થશે : ઓક્સિજન ઉત્પાદન કરતું પ્રથમ મહાબંદર બન્યું

કોરોના સામેની લડત લડવા મોદીના નેતૃત્વમાં પગલા ભરવામાં આવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને સરકારી તંત્રની સાથે સાથે સામુહીક અને લોકભાગીદારીથી પ્રયત્ન થવા જોઇએ તે થઇ રહ્યા છે. દીન દયાળ પોર્ટે માત્ર 20 દિવસમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો તે બદલ અભિનંદન પાઠવી કેન્દ્રના શિપિંગ મંત્રીએ દિલ્હીથી વર્ચ્યૂઅલ રીચે ઉદ્દઘાટન કર્યું હતું.

કેન્દ્રના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ ગોપાલપુરી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યૂઅલ રીતે ઉદ્દઘાટન કરતાં જણાવ્યું હતું કે, કોવિડ ક્રાઇસીસ સામે મોદીના નેતૃત્વમાં લડાઇ લડવામાં આવી રહી છે. કોઇ રાજકારણ લડતા નથી. કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસિસના રોગનો ઉલ્લેખ કરીને લીધેલા પગલાની માહિતી આપી સાંસદ વિનોદ ચાવડાએ કરેલા સૂચન પછી કચ્છના લોકોને કોવિડ ક્રાઇસીસમાં સુવિધા મળી રહે તે માટે ડીપીટીને જણાવ્યા બાદ 20 દિવસમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દીધો તે બદલ ચેરમેન સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂરીયાતને ધ્યાનમાં લઇને રામબાગ ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ થનાર છે.

આ પ્રસંગે બંદરના સચિવ રાજીવ રંજને જણાવ્યું હતું કે, ટુંકા ગાળામાં કામ કર્યું તે બદલ ડીપીટીને અભિનંદન. ચેરમેન એસ.કે. મેહતાએ પ્રાસંગીક ઉદ્દઘાટનમાં દીન દયાળ પોર્ટે કોરોના સામેની લડાઇમાં કરેલી કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, 10 હજાર રાશનકિટ આપવામાં આવી હતી. કોવિડ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી હતી. સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાએ ગાંધીનગરથી અને સ્થાનિક સ્તરે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યા હતા. સંચાલન વાઇસ ચેરમેન નંદીશ શુકલાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન ઉત્પાદન કરતું બંદર ડીપીટી દેશનું પ્રથમ બંદર બન્યું છે. અગાઉ મંત્રી વાસણભાઇ આહિરે ડીપીટીને કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવા સહિતનું સૂચન કર્યું હતું.

76 દર્દીઓને ઓક્સિજન બેડ મળશે
કોરોના સામેની લડતમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં દેશના મહાબંદરોમાં દીન દયાળ પોર્ટ પ્રથમ છે. ગોપાલપુરી ખાતેની હોસ્પિટલમાં 76 દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે તે માટે 35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. રામબાગ હોસ્પિટલમાં પ્લાન્ટ સ્થાપવા પણ 35 લાખની ફાળવણી કરાઇ છે. અલ્ટરનેટ એરેજમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં પ્લાન્ટ બંધ થઇ જાય તો જમ્બો સિલિન્ડર લગાવીને ઓક્સિજનનો સપ્લાય ચાલુ રાખી શકાશે. પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાકની 20 હજાર લીટર જેટલી છે.

જે 3 જમ્બો સાઇઝના સિલિન્ડરની ક્ષમતા જેટલી રહેશે. ઓક્સિજનનો ઉપયોગ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સાથે સાથે પોર્ટના કર્મચારી અને તેના પરીવારજનો તથા વિસ્તારના અન્ય રોગીઓના ઉત્થાન માટે કરવામાં આવશે. ઓક્સિજન યુનિટમાં પ્રેસરાઇઝેશન સ્થિતિમાં ઇમ્પોર્ટેડ મૌલીક્યુલર ઓક્સિજન સીટના માધ્યમથી પ્રેસર સ્વીન એડસોપ્રેસરની નિયંત્રણ પ્રક્રિયાથી ઓક્સિજન ગેસ ઉત્પાદન થતો રહેશે અને ન્યૂનતમ 93 ટકા શુદ્ધ ઓક્સિજન મળશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પ્લાન્ટ 24 કલાક ચાલુ રહેશે.

આધૂનિક ફાયર સિસ્ટમ ઉપલબ્ધ
પોર્ટ કોલોની હોસ્પિટલમાં આધૂનિક ફાયર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેમાં જે તે વોર્ડ અને રૂમમાં ફાયર સિસ્ટમ સ્મોક ડિટેકશન સિસ્ટમ અને ફાયર સ્પ્રીંગલ સિસ્ટમ ઓટો સ્ટાર્ટ ફ્લો સ્વીચ પેનલ વગેરે વિશેષતા છે. ફાયર ફાઇટરની 650 લીટર પ્રતિ મીનીટ પમ્પની ક્ષમતા છે. રાજ્ય સરકારના રિઝનલ ફાયર ઓફિસરે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર પણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...