તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન એક્સપ્રેસ:કચ્છથી ઓક્સિજન એક્સપ્રેસએ 372 કિમીનુ અંતર 6.45 કલાકમાં કાપ્યુ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનના સપ્લાય કરતા લોકો પાઈલટે અનુભવ શેર કરતા સંતુષ્ટી પ્રગટ કરી
  • દરેક સ્ટેશન પર ગ્રીન સીગ્નલ મળ્યુઃ 21 વર્ષના સેવાકાળમાં યાદગાર યાત્રા બની રહી

દેશભરના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના અભીયાનને લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના પરિવહન માટે સતત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વે ના ગુજરાતના હાપા અને મુંદ્રા પોર્ટ થી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવતા લોકો પાઇલટે પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં તેણે માધ્યમ બનવા માટે સંતુષ્ટી પ્રગટ કરી હતી.

અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ માં પોસ્ટેડ લોકો પાયલટ સર્વેશ શર્મા જણાવેએ જણાવ્યું હતું કે તેમના 21 વર્ષના સેવાકાળની યાદગાર યાત્રા રહી જ્યારે મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ થી પાટલી (હરિયાણા) ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવા માટે મને ડ્યુટી કોલ મળ્યો. તે સમયે, પરિવાર સાથે હતો અને ઘરે પણ પત્નીએ બાળકોમાં આ ફરજ માટે ઉત્સાહ દર્શાવ્યો કારણ કે અખબારો ટીવી પર જોઈ રહ્યા હતા કે આપણા ત્યાં ઓક્સિજનની અછત છે અને ભારતીય રેલ્વે આ પ્રાણવાયુ ને સતત દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં સપ્લાય કરી રહી છે. હું પણ તે સફરનું માધ્યમ બની રહ્યો હતો. તેમણે કહ્યું કે 84 ટન લિક્વિડ ઓક્સિજન સિલિન્ડરના 06 કન્ટેનર સહિતની આખી ટ્રેન સાથે પાલનપુરની યાત્રામાં કોઈ અડચણ ન હતી આવી. અમે આ ટ્રેનને રાજધાની ટ્રેનની ગતિએ દોડાવી હતી.

અમને દરેક સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળ્યું અને અમે 372 કિ.મી.નું આ અંતર 06:45 કલાકમાં પાર કર્યું, જે ડબલ સ્ટેક કન્ટેનર રેક્સ માટે મહત્તમ હતું અને મે પણ સૌથી લાંબી ટ્રેન ચલાવવાનો આનંદ લીધો. આ જ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધી માં હાપા અને મુંદ્રા પોર્ટ થી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરો દ્વારા કુલ 18 ટ્રેનો માં લગભગ 1771.07 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...