તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીને પકડવાની કામગીરી:વેપારી અપહરણના આરોપીને પકડવાની કામગીરી બિરદાવાઇ

ગાંધીધામ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ગાંધીધામ ચેમ્બર દ્વારા પોલીસની ટીમને અપાયા ધન્યવાદ

ટીમ્બર વ્યવસાય સાથે જોડાયેલા વેપારીનું ખંડણી ઉઘરાવવા બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કરવાની ત્વરીત કામગીરી કરી હતી, જેની ગાંધીધામ ચેમ્બરે પ્રશંશા કરી પોલીસ તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. પોલીસની આ કામગીરીના કારણે સંકુલની પ્રજા અને વેપારી આલમમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હોવાનો દાવો કરાયો હતો.

અપહરણના સમાચારની સાથે જ પોલીસે સઘન કાર્યવાહી આરંભી હતી. સરહદી રેંજના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલની રાહબારી નીચે ત્રાસ વિરોધી દળ અને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરીથી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્ટની મદદથી જયપુર- રાજસ્થાન અને નાગપુર- મહારાષ્ટ્રથી ઝડપી આંતરરાજ્ય નેટવર્ક ધરાવતી ગીરોહનો પર્દાફાસ કરવાની કામગીરીને સફળતાપૂર્વક પાર પાડી હતી.

પોલીસ તંત્રે ટુંક સમયમાં આરોપીને ઝડપી આખા પ્રકરણને ખુલ્લુ પાડવા જે વિવિધ શાખાઓના સંકલનનું સારૂં ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેની નોંધ લઇને ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિમંડળે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલને રૂબરૂ મળી તેમને અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો