તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પુત્રના જુના ઝઘડાની માર વૃદ્ધ પિતાને પડી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારીરોહરમાં ઠપકો આપનાર પ્રૌઢને ચાર જણાએ માર માર્યો
  • ટ્રક ચાલકોને આપેલા 3 લાખ એડવાન્સ સહિત કુલ 28.71 લાખના વિશ્વાસઘાતની ફરિયાદ

ગાંધીધામના રોટરીનગર સતર હજાર ઝૂંપડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય હરીભાઇ બાબુભાઇ વિગોરા ગત રાત્રે જમીને ઓટલા પર બેઠા હતા ત્યારે વાવાઝોડા ઝૂંપડામાં રહેતો કાના ભીખાભાઇ બુચીયા આવ્યો હતો અને ક્યાં તમારો તોતડો છોકરો કિરણ તેણે બે વર્ષ પહેલાં મારી સાથે ઝઘડો કર્યો હતો કહેતાં હરીભાઇએ તું જાણ અને કિરણ જાણે કહેતાં ઉશ્કેરાયેલા કાનાએ વૃધ્ધ હરીભાઇને ધોકા વડે માર મારી ડાબા હાથમાં કોણીથી કાંડા સુધીના ભાગમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી.

તો, ગાંધીધામ નજીક ખારીરોહર પંચાયત પાસે રહેતા 52 વર્ષીય ઓસમાણભાઇ જસાભાઇ કોરેજા ગત સાંજે પોતાની દુકાન પાસેના ઝાડ નીચે ઉભા હતા ત્યારે હારૂન અધા કોરેજા, હનિફ અધા કોરેજા અને આમદ અધા કોરેજા બાઇક લઇને આવ્યા હતા બાઇક ચલાવી રહેલા હારૂને બાઇક પગ સુધી લઇ આવતાં તેને ઓસમાણભાઇએ બાઇક ઉપર ચડાવી દેવી છે ? કહેતાં ઉશ્કેરાયેલા ત્રણે જણાએ ઢીકા પાટુનો માર માર્યો હતો તેમને છોડાવવા આવેલા તેમના ભત્રીજાનો પુત્ર જુનસ આવી જતાં ત્રણે ચાલ્યા ગયા હતા અને બાદમાં કાસમ અધા કોરેજા ધારિયું લઇને આવ્યો હતો અને આ ગામ મુકીને જતા રહો નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પડાણામાં ચડ્ડો પહેરવાની ના પાડતાં ચાર જણાએ બે ભાઇને મારી ધમકી આપી
પડાણાની અજમેરી હોટલ પાસે રહેતા 20 વર્ષીય ગની સુલેમાન સોઢાએ તેમની બાજુમાં રહેતા ઉમેષ નામના હિન્દીભાષીને બહેન દિકરીઓ સામે ચડ્ડી પહેરીને ફરવાની ના પાડતાં તે ઇશા સિદ્દિક કટિયા, અસગર ઇશા કટિયા અને સુલતાન ઉર્ફે ભીખો ઇશા કટિયાને લઇને આવ્યો હતો. ધારિયા અને ધોકા સાથે આવેલા ચારે જણાએ તેને તથા તેમના નાના ભાઇ અકબરને ધક બુશટનો મારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...