તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છની ફરી એક વખત થયો અન્યાય:ગાંધીધામથી હાઇવે ઓથોરિટીની કચેરી પાલનપુર ખસેડાઇ, સાંસદ અને ચેમ્બર સહિતના સંગઠનોનો પન્નો ટુંકો પડ્યો?

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલ-સામાન પણ ખસેડવાનું શરૂ : હજુ ગળપાદર, વરસાણા, અંજાર, ભુજ, ખાવડાથી ધર્મશાળા સુધીના પ્રોજેક્ટ બાકી : નેશનલ હાઇવે ઓથોરિટીના કામ માટે ધક્કા ખાવા પડશે

નબળી નેતાગીરીને કારણે ગાંધીધામ- આદિપુરને અગાઉ અનેક સરકારી કે અન્ય સુવિધાઓ માટે વિલંબ ભોગવવો પડે કે ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. પરંતુ હવે તો એક મહત્વની સુવિધા છીનવાઇ છે અને એ પણ ન માત્ર ગાંધીધામ પરંતુ સમગ્ર કચ્છ માટે આંચકા સમાન બની છે. હાઇવે ઓથોરિટીની કચેરીને અહીંથી ખસેડીને પાલનપુર લઇ જવા માટે લાંબા સમયથી ચાલતી હીલચાલ અંગે સાંસદ, વગદાર ગણાતી ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય 16 સંગઠને લાગણી વ્યક્ત કરીને કચ્છમાં જ આ કચેરી રહે તેવી માગણી કરી હતી. પરંતુ ગળપાદર, ખેડોઇ, વરસાણા, અંજાર, ભુજ, ખાવડાથી ધર્મશાળા સુધી રાષ્ટ્રીય માર્ગોના પ્રોજેક્ટો હજુ બાકી હોવા છતાં કચેરી ખસેડવાની તજવીજ શરૂ થઇ ગઇ હતી અને હવે તો માલ-સામાન પણ પાલનપુર લઇ જવા માટે હીલચાલ શરૂ કરવામાં આવતાં આ બાબતની જાણ થતાં ફરી એક વખત ગાંધીધામ અને કચ્છને અન્યાય થાય તેવી શક્યતા ઉભી થઇ છે.

કચ્છના આર્થિક પાટનગર કહી શકાય તેવા સંકુલમાં અગાઉ કાનૂની સુવિધાઓ માટે પણ લડત આપવી પડી હતી. આ ઉપરાંત અન્ય કેટલાય કિસ્સાઓમાં નબળી નેતાગીરીને કારણે ગાંધીધામને સહન કરવાનો વારો આ‌વી ચૂક્યો છે. દરમિયાન અંદાજે 2011માં આદિપુરમાં 11 જેટલા સ્ટાફથી કાર્યરત થયેલી અને એકાદ માસથી જ ગાંધીધામમાં ટાગોર રોડ પર સ્થાયી કરવામાં આવેલી નેશનલ હાઇ‌વે ઓથોરિટીની કચેરીને પાલનપુર ખસેડવાની કામગીરી કરાશે તેવા સંકેત મળ્યા હતા. મોટા ભાગના લોકોને અહીંથી ધક્કા ખાવા પડશે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આ નિર્ણય યોગ્ય ન હોવાનો દાવો કર્યો હતો. સંસદ સભ્ય વિનોદ ચાવડા તથા નેશનલ હાઇવે પર થયેલી અધુરા કામો પુરા ન થાય તો ટોલ ટેક્ષ નહીં ચુકવાય તેવી જાહેરાત કરવા માટે જુદા જુદા એકત્ર થયેલા 16 જેટલા ટ્રાન્સપોર્ટ સહિતના સંગઠનોએ પણ ચેમ્બરના હોલમાં તાજેતરમાં હાઇવે ઓથોરિટીની કચેરી પાલનપુર ન ખસેડાય તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી.

આ બાબતે મંત્રી નીતિન ગડકરી સહિતનાને રજૂઆત પણ કરવામાં આવી હતી. દરમિયાન મળતા સંકેત મુજબ વિરોધ છતાં કચેરીના ઉચાળા ભરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મંગળવારે ઓફિસમાંથી સર સામાનને પાલનપુર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વાત બહાર આવતાં જ ભાજપના નેતાઓ, ચેમ્બર સહિતનો પન્નો ટુંકો પડ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સંકુલને અગાઉ થયેલા અન્યાયની પાછળ ભાજપના જ નેતાઓની આંતરીક ખેંચતાણ અને રાજ્ય કે કેન્દ્ર કક્ષાએ જોઇએ તેવું વજન પડતું ન હોવાથી પરીસ્થિતિ ઉભી થતી હોવાની શક્યતા રાજકીય વર્તુળોમાં ઉઠી રહી હતી. હવે આ કચેરી ખસેડવાની શરૂ થયેલી કામગીરીના પગલે ફરી એક વખત ગાંધીધામ- આદિપુરના શાંત જળમાં પથરો ફેંકાયો છે. હવે જોવું એ રહ્યું કે, આ પાણી શાંત થઇ જાય છે કે નવા જૂની થાય છે.

ફેર વિચારણા માટે મંત્રીને રજૂઆત કરી હોવાનો એમપીનો દાવો
સંસદ સભ્ય વિનોદ ચાવડાએ ટેલિફોનીક વાતચિતમાં દાવો કર્યો હતો કે, હાઇવે ઓથોરિટીની કચેરી પાલનપુર ન ખસેડવા માટે રજૂઆત કરવામાં આવી છે. આજે પણ આ બાબતે નીતિન ગડકરી વગેરેને રજૂઆત કરી છે અને ફેર વિચારણા કરીને કચ્છમાં જ હાઇવે ઓથોરિટીની કચેરી રહે તેવી માગણી કરવામાં આવી છે.

નેતાઓ શરમ કરો - જિલ્લામાં એક વિધાનસભા બેઠકને બાદ કરતા તમામમાં ભાજપનો દબદબો
રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટીએ મોટા ગણાતા જિલ્લામાં અને મોરબીને પણ સમાવેશ કરતા લોકસભા મત વિસ્તારમાં ભાજપનો દબદબો રહ્યો છે. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો તાજેતરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ તેમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા અને રાજીનામું આપી ભાજપની ટિકીટ પર ચૂંટણી લડેલા પ્રધ્યુમનસિંહ જાડેજાને લોકોએ ખોબલે ખોબલે મત આપીને અબડાસાની બેઠક પણ ભાજપના ચરણે ધરી દીધી હતી. આવી જ રીતે મોરબીની બેઠક પર પણ ભાજપનો વિજય થયો હતો. આવા સંજોગો વચ્ચે કચ્છને અન્યાય ન થાય તે જોવું જોઇએ તેને બદલે કોઇને કોઇ કારણોસર અન્યાય કરવામાં આવતો હોય તેવો ગણગણાટ અવારનવાર ઉઠે છે. જિલ્લામાં જોવામાં આવે એક માત્ર રાપરની વિધાનસભાની બેઠકને બાદ કરતાં તમામ નાના મોટા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જેની મુદ્દો પુરી થઇ છે તેમાં પણ ભાજપની જ સત્તા હતી. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે તેવા સમયે સંકુલ અને કચ્છને થયેલા અન્યાયને રોકવા ભાજપની નેતાગીરી સફળ થાય છે કે કેમ તે તો સમય આવ્યે ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો