રસીકરણ:તાલુકામાં પ્રથમ ડોઝ લેનારનો આંક અઢી લાખને આંબી ગયો

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સમયે શરૂઆતથી જ લેવાયા હતા વિવિધ પગલા
  • રસીની અછત વખતે લોકોને ધક્કા થતા હોવાની ફરિયાદ થતી હતી

કોરોનાના વાવડ વચ્ચે શરૂઆતના સમયમાં જોવામાં આવે તો ગાંધીધામ- આદિપુર સંકુલમાં પોઝિટિવ કેસ જણાયા ન હતા. લોકડાઉન ખૂલ્યા પછી જ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. દરમિયાન સરકારની જુદી જુદી યોજના અને કામગીરી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા અન્ય સ્થાનિક તંત્રની સાથે રહીને વિવિધ પગલા ભર્યા હતા. હાલ વેક્સિનેશનની કામગીરીમાં જોવામાં આવે તો પ્રથમ ડોઝ લીધો હોય તેવા અઢી લાખ લોકોનો આંકડો આજે પહોંચી ગયો હતો. બીજા ડોઝની તૈયારીના ભાગરૂપે પણ કાર્યવાહી ચાલી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા તાલુકામાં સમાજ સેવી સંસ્થાઓ અને અન્ય સ્થાનિક તંત્ર સાથે મળીને કોરોના સમયે કાર્યવાહી કરવામાં આવી હતી. જે તે સમયે થયેલી આ ઝૂંબેશમાં સારો એવો સહકાર મળ્યો હતો. રસીકરણઅભિયાનમાં પણ શરૂઆતના તબક્કે ભારે ઘસારો રહ્યા બાદ થોડો સમય રસી મળતી ન હોવાને લઇને ફરિયાદો પણ ઉઠતી રહી હતી. દરમિયાન જેમ જેમ રસીનો પુરવઠો મળતો ગયો તેમ તેમ જુદા જુદા સ્થળો પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને તાલુકામાં સારી એવી કામગીરી થઇ હતી અને જિલ્લા સ્તરે પણ તેની નોંધ એક તબક્કે લેવામાં આવી હતી.

હજુ પણ કાર્યવાહી ચાલું જ છે. જ્યારે બીજી બાજુ વેક્સિનેશનના સંદર્ભમાં જોવામાં આવે તો અનેકવિધ સંસ્થાઓએ પોત પોતાની રીતે ફાળો આવ્યો હતો અને સમાજ, જ્ઞાતિ મંડળો, ડીપીટી વગેરેએ પણ પોત પોતાને ભાગે આવેલી ભૂમિકાઓ ભજવી હતી. લીલાશાહ કુટીયા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા કોવિડ હોસ્પિટલ તૈયાર કરાવી હતી. જે દર્દીઓ માટે આર્શિવાદ સમાન બની હતી અને ત્યાર બાદ ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ થઇ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયાના જણાવ્યા મુજબ આજે પ્રથમ ડોઝ લીધો હોય તેવા અઢી લાખ લોકોનો આંકડો પાર કરી ગયો છે.

જેવીસી ટ્રસ્ટ દ્વારા પડાણામાં રસીકરણ કેમ્પ યોજાઇ ગયો, 86 લોકોએ રસીકરણ કરાવ્યું
જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ કરછ દ્રારા તાલુકા હેલ્થ ઓફિસનાં નિ:શુલ્ક કોવિડ વેક્સિન કેમ્પનું ગાંધીધામ પડાણામાં આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆત જેવીસી ટ્રસ્ટ પ્રમુખ યોગેશકુમાર સોની, ડો. સમીર નિમાવત, સંસ્થા સ્થાપક પારૂલ સોની એડવોકેટ, અતિથિ વિશેષ ડો. સુનીતા દેવનાની અને સંતોષ દેવનાની, મનિષા ગોયલ, સેકેટરી એકલવ્ય સોની, સંસ્થા સલાહકાર ચેતનભાઈ મહેતાએ દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
અતિથી ઓને પુષ્પથી સંસ્થા ડાન્સર પૃથ્વી સોની અને મોડલ રાહુલ ચંચલાનીએ સન્માનિત કરવામા આવ્યા હતા.

રસીકરણ કેન્દ્રનાં લખીબેન રબારી, મનોજભાઈ પરમાર, ગુલામભાઈ ટાક, નિમાવત હોસ્પિટલનાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ કેમ્પ સવારે 10 વાગ્યેથી 2 વાગ્યામાં આશરે 86 લોકોએ રસીકરણ કરાવી લાભ લીધો હતો. જેવીસી ટ્સ્ટનાં હાદિક ઝાલા અને નિમાવત હોસ્પિટલનાં સ્ટાફએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરીયા અને ડો. કપિલ વાળંદ મેડીકલ ઓફીસર પીએચસી મીઠીરોહર સેન્ટરનાં માગૅદશૅન હેઠળ મહેશ હેમનાની ફામાઁસીસ્ટ તમામ સ્ટાફનાં સહકારથી સફળ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...