તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નોન ઓક્સિનજ કોવિડ સેન્ટર હાલ પુરતું બંધ, હાલ ઓક્સિજનના દર્દીની સારવાર ચાલુ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10મી એપ્રિલે સંસ્થાઓ, દાતાઓએ લીલાશાહ કુટીયામાં કોરોના સેન્ટર શરૂ કરાવ્યું હતું
  • અત્યાર સુધી ઇનડોરમાં 800 જેટલા દર્દીઓએ લાભ લીધો

ગત વખતે લોકડાઉનના સમયમાં કોરોનાનો વ્યાપ વધ્યો ન હતો. પરંતુ લોકડાઉન ખૂલતાં જ સંકુલમાં કોરોનાના કેસ વધવા માંડ્યા હતા. વર્તમાન વર્ષમાં પણ કોરોનાના કેસ વધવા લાગતાં ભારત વિકાસ પરીષદ, અગ્રવાલ સમાજ તથા અન્ય દાતાઓના સહયોગથી બીન સરકારી કહી શકાય તેવું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. 200થી વધુ નોન ઓક્સિજન, ઓક્સિનજ બેડની ક્ષમતાલક્ષી મેઘપર બોરીચી સ્થિત લીલાશાહ કુટીયામાં કરાયેલા અભિયાનમાં હાલ નોન ઓક્સિજનનો આઇસોલેટ વોર્ડ હાલ પુરતો બંધ કરાયો છે.

સવાર- સાંજ ઓપીડીની વ્યવસ્થા તો ચાલું જ છે અને ઓક્સિજનની બેડની સુવિધા યથાવત રાખવામાં આવી છે જ્યારે અન્ય કોઇ દર્દી સાદા બેડના આવે તો તેના માટે પણ તૈયારી રાખી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. એક બાજુ કોરોનામાં ખાનગી દવાખાના પૈકી કેટલાકમાં મસમોટી રકમ દર્દીઓ પાસેથી લેવામાં આવતી હતી. લાખો રૂપિયાનો ખર્ચ કરીને પરીવારના મોભી કે અન્ય સભ્યોને સારવાર અપાવવી પડી હતી. આવા સંજોગોમાં બીન સરકારી કહી શકાય તેવી રીતે શરૂ કરવામાં આવેલા સેવાયજ્ઞમાં દાતાઓ અને આગેવાનોની મહેનતને લઇને કોરોનાનો પીકનો સમય પણ પસાર કરાયો હતો.

સંસ્થા સાથે સંકળાયેલા આશિષ જોશીએ જણાવ્યું હતું કે, નોન ઓક્સિજન100 બેડ કોવિડ કેર સેન્ટરમાં હાલ દર્દી ન હોવાથી હંગામી રીતે બંધ કરાયો છે. જોકે, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા ચાલું જ છે. અત્યાર સુધી ઇનડોરમાં 800 જેટલા દર્દીઓ સવાર- સાંજ તબીબી સેવાનો લાભ લીધો છે. ઓપીડીમાં પણ 500 જેટલા દર્દીઓએ અત્યાર સુધી તબીબી સુવિધા મે‌ળવી હોવાનો દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ આરોગ્ય લક્ષી કેમ્પની સમગ્ર જિલ્લામાં પણ નોંધ લેવામાં આવી હતી. નમૂનેદાર કામગીરી કરીને દર્દીઓને સ્વસ્થ કરી ઘરે મોકલી આપ્યા હતા. ગાંધીધામ, આદિપુરના જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો.

કોરોના ગયો નથી, સાવચેતી જરૂરી
ગાંધીધામ- આદિપુરમાં કોરોના દર્દી હજુ પણ જુદા જુદા સ્થળો પર જણાઇ રહ્યા છે. કોરોનાનો વ્યાપ થોડોક ઘટ્યો છે પરંતુ કોરોના ગયો નતી. લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે અને સામાજિક અંતર જાળવવાની સાથે સાથે ભીડભાડ ન થાયતે માટે પણ સ્વયંભૂ તકેદારી રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...