તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી નિકાલ માટે કવાયત:બીજા દિવસે પણ પાણીનો નિકાલ ન થયો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે પણ સતત વરસાદ ચાલુ રહ્યો : મદનસિંહ ચોક સહિતના રોડનું ધોવાણ
  • દબાણ સહિતના મુદ્દે પાણીનો નિકાલ કરવામાં પડી મુશ્કેલી : પાલિકાની ટીમે પાણી નિકાલ માટે કવાયત હાથ ધરી

ગાંધીધામમાં મેઘરાજાની પધરામણીના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગઇ કાલે શરૂ થયેલી મેઘરાજાની પધરામણી સમયાંતરે મોડી રાત્રિ સુધી ચાલું રહેવા પામી હતી. દરમિયાન પાણીના નિકાલની સમસ્યા ઘણા વિસ્તારોમાં ઉદ્દભવી હતી.

જેને લઇને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી. જ્યારે બીજી તરફ નગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલ માટે બે જેસીબી સહિત કર્મચારીઓની ટીમને કામે લગાવવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારના રોડનું ધોવાણ થયું છે, જેમાં મદનસિંહ સર્કલથી આદિપુર કોલેજ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. આજે સવારથી થોડોક ઉઘાડ નિકળ્યો છે.

ગઇ કાલે સવારના 6થી બીજા દિવસના 6 ચોવીસ કલાક સુધી 82 એમએમ વરસાદ નોંધાયો હતો. ગઇ કાલે વાદળછાયું વાતાવરણ અને એક તબક્કે અંધકાર છવાયા બાદ આજે ઉઘાડ પણ નિકળ્યો હતો. સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા નગરપાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરીની નબળાઇ છતી થઇ ગઇ હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે પણ પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત, અધિકારીના ફોન બંધ
ગાંધીધામ- આદિપુરમાં વરસાદી વાતાવરણની સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજ ધાંધિયા શરૂ થઇ ગયા હતા. વોર્ડ નં.6-એના કેટલાક ઘરોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકો અકળાઇ ગયા હતા. વીજ કંપનીના અધિકારીઓ પણ ફોન બંધ કરીને બેઠા હોવાની ફરિયાદો ઉઠી હતી. કાર્ગો સહિત અન્ય વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જેને લઇને પણ લોકો ત્રસ્ત બન્યા હતા.

ગણેશનગર સહિતના નાળા છલોછલ ભરાઇ ગયા
ગાંધીધામ- આદિપુરમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરી હોવાનો પાલિકા અવારનવાર દાવો કરે છે પરંતુ હકીકત અલગ જ હોય છે. વરસાદી નાળામાં સફાઇ કે અન્ય ઉણપને લઇને પાણીનો નિકાલ આગળ થતો ન હતો. જેનેલઇને કેટલાક નાળા છલોછલ ભરાઇ ગયા હતા. ગણેશનગરથી નેશનલ હાઇવે-8ના વિસ્તારના નાળા અને ટાગોર રોડના કેટલાક નાળાઓની આવી સ્થિતિ જોવા મળી હતી.

પાણીના ભરાવાનો નિકાલ કરાયાનો પાલિકાનો દાવો
પાલિકાની સેનિટેશન કમીટીના ચેરમેન કમલ શર્માએ જણાવ્યું હતું કે, ગઇ કાલે સાંજથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા માટે પગલા ભરવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી ગ્રીન પેલેસ પાસે આદિપુર ડીસી વિસ્તાર, ભારતનગર, અપનાનગર ચાર રસ્તા, સેક્ટર-5, ભવનાથ મંદિર વગેરે સ્થળો પર જેસીબી અને 10 અન્ય ટીમના સથવારે તેઓએ પાણીનો નિકાલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...