તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શપથ:વિંગ્સ ગ્રૂપ ચેરિટેબલ ટ્રસ્ટના નવા હોદ્દેદારોએ શપથ લીધા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષના પ્રમુખે કરેલી કામગીરીની માહિતિ આપી

ગાંધીધામ વિંગ્સ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ શાખાના નવનિયુક્ત હોદ્દેદારોની શપથ વિધિનો કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. ફાઉન્ડર છાયા ચૌહાણે વિંગ્સ ગૃપ દ્વારા કરવામા આવતી સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ વિવિધ શાખાઓ વિશે માહિતી આપી હતી.

ગત વર્ષના પ્રમુખ અસ્મિતા બલદાનીયા એ વર્ષ દરમ્યાન કરેલ સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી અને વર્ષ દરમ્યાન સહયોગી થયેલ પ્રિયા બોન્ડે, મનીષા વોરા , રેખા જૈન, રતન સિજુ , નમ્રતા ઇસરાની વગેરે સભ્યોને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.નવી કમિટીમાં પ્રમુખ ડો.કાયનાત અન્સારી, ઉ.પ્ર. ડિમ્પલ આચાર્ય, સચિવ ચૈતાલી વસા, સહસચિવ વિલ્પા શાહ, ખજાનચી કૃપા જોશી, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રિમા શાહ અને રેખા જૈન, ગૃપ પીઆર જીયા નાવાણીની વરણી કરાઇ હતી.મીનાક્ષી ત્યાગીએ નવી ટીમને શુભેચ્છાઓ અને પલ્લવી શશીધરણે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...