ધ્વજવંદન:રેલવે સ્ટેશને આજે 100 ફુટ ઉંચે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાશે

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ ઉંચાઈએ તિરંગો ફરકશે, ભુજમાં પણ થશે સ્થાપિત
  • મામલતદાર દ્વારા ગળપાદરમાં, ડીપીટી સહિતની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન

ગાંધીધામમાં આજે દેશના ગણતંત્ર દિવસ નીમીતે સરકારી સંસ્થાનો સીવાયના વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રેલવે સ્ટૅશને 100ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની શહેર અને જિલ્લા માટેની ઐતિહાસીક ક્ષણ પણ આજરોજ આવશે.

રેલવે વિભાગના અમદાવાદ ડીવીઝન અંદર આવતા ગાંધીધામ રેલવે સ્ટેશનમાં આજે 100 ફુટ ઉંચાઈ પર સવારે 9 વાગ્યે ધ્વજારોહણ કરાશે. આ અંગે એરીયા રેલવે મેનેજર આદીશ પઠાનીયાએ જણાવ્યું કે સમગ્ર દેશના આ ધ્વજ શહેર અને જિલ્લાને એક નવી આભા આપશે અને 24 કલાક લહેરાઈને ઓવરબ્રીજ તેમજ દુર દુર થી દેશભક્તિની લાગણીને દરેક જનમાં પેદા કરવાનું કામ કરશે.

દેશમાં 100 મુખ્ય રેલવે મથકોએ આ પ્રકારે ધ્વજ લહેરાવવાનો પ્લાન અંતર્ગત ગાંધીધામ ખાતે એઆરએમ દ્વારા આ આયોજન ખેંચી લાવવાનું કાર્ય કરાયું હતું. અહિ અગાઉથી વર્ષો જુની ક્રેન લગાવાઈ છે ત્યારે હવે એક સેલ્ફી સ્પોટ કરવાની તૈયારી પણ ચાલી રહી છે. આ સાથે આજે પાલિકા દ્વારા ઝંડાચોકમાં સવારે 9:30 કલાકે નગરપ્રમુખ ઈશિતાબેન ટીલવાની દ્વારા તો આદિપુરમાં મદનસિંહ ચોક પર બળવંતભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદન કરાશે.

મામલતદાર એમ.જે.ડાભાણી દ્વારા ગળપાદરના ભવાનીનગર્માં વાસ્મો ટેન્ક્ની બાજુમાં સરકારી માધ્યમિક શાળાના મેદાન ખાતે ધ્વજવંદન સવારે 9:05 વાગ્યે કરાશે. ડીપીટી દ્વારા ગોપાલપુરીના ખાતે સવારે 9 વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરાશે. તો સેંટ્રલ જીએસટી, ઈફ્કો સહિતના સરકારી વિભાગો, સંસ્થાઓમાં ધ્વજવંદન કરાશે.

અન્ય સમાચારો પણ છે...