​​​​​​​ટ્રાફિકની સમસ્યા:ટ્રાફિક-રસ્તા મુદ્દે પાલિકાનો કાન આમળ્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટી સીએસઆર હેઠળ સંકુલના લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવે
  • ટ્રાફિકની સમસ્યાને લઇને લોકો થઇ રહ્યા છે હેરાન-પરેશાન : ડીપીટી અને પાલિકાને સંયુક્ત રીતે ચેમ્બરે ધા નાખી

કચ્છનું સૌથી મોટું નગર અને વેપાર-ઉદ્યોગનું મથક ગણાતું ગાંધીધામ શહેર ટ્રાફિકની સમસ્યાથી પીડાઇ રહ્યું છે. હાલમાં ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના બાંધકામના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગ એવા ટાગોર રોડ ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યા ઉભઠવે છે.

આ રાજમાર્ગ ઉપર છેક અંજારઆદિપુર તથા શહેરની ઉત્તર પશ્ચિમ આવેલ અંતરજાળ, શિણાય, મેઘપર બોરીચી, ગળપાદર આજુબાજુ બનેલ સેંડો સોસાયટીઓના લોકોને ગાંધીધામ શહેરમાં આવવા તથા ચોવીસ ક્લાક ધમધમતા દિનદયાળ પોર્ટ, ઇફકો, કંડલા ફી ટ્રેડ ઝોન, તેલ કંપનીઓ તથા મીઠા ઉત્પાદન એકમોમાં જવા માટે આ એકમાત્ર રાજમાર્ગ છે જેથી આ રોડ ઉપર હંમેશા સખત ટ્રાફિકનું ભારણ રહે છે. ઉપરાંત હાલમાં ઓવરબ્રીજના કામના કારણે ઓસ્લો સક્લની બાજુમાં બંને સાઇડોને એકમાર્ગીય કરી દેવામાં આવતા સતત ટ્રાફિક જામની સમસ્યાથી શહેરીજનોને અસહ્ય હાડમારી ભોગવવી પડે છે.

ઉપરાંત શહેરના સેક્ટર 9-બીસી, સેક્ટર 10ના આંતરિક માર્ગે જર્જરિત થઈ ગયેલા છે અને સેક્ટર 10નો મુખ્ય માર્ગ પણ બહુ જ ખરાબ હાલતમાં છે, જેથી શહેરની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે આ અંગે નગરપાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણીને અને ડીપીટી ચેરમેન સંજય મહેતાને પત્ર લખીને શહેરીજનોને પજવતી ટ્રાફિક જામની સમસ્યા હલ કરી તેના યોગ્ય નિરાકરણ માટે વિગતવાર પત્ર લખ્યો છે.

9-બીસી અને સેક્ટરને જોડતા માર્ગો ખખડધજ બન્યા છે
પત્રમાં અંજાર-આદિપુરથી કંડલા જતા ટ્રાફિકને સુંદરપુરી સલથી ડાયવર્ટ કરી સેન્ટ જોસેફ હોસ્પિટલવાળા રસ્તે ચઢાવી, આનંદ માર્ગ ચોકડીથી ડાબી તરફ વાળી કોટેશ્વર ચાર રસ્તાથી કાર્ગો મોટર્સ નીકળતા માર્ગને કંડલા જતા નેશનલ હાઇવે સાથે જોડી દેવા સૂચન કર્યું છે, જેથી ટાગોર માર્ગ પરથી કંડલા જતા ટ્રાફિકનું ભારણ હળવું થઇ શકે. આ માટે તેઓએ નગરપાલિકા પ્રમુખને કોટેશ્વર ચાર રસ્તાથી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી પસાર થતા માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરી ચાલુ કરવા ભારપૂર્વક જણાવ્યું છે.

શહેરની જનતાના લોકહિતાર્થે ડીપીટી ચેરમેન સંજય મહેતાને અલગ પત્ર દ્વારા ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે સેકર ૯બીસી અને સેક્ટર 10ને જોડતા આંતરિક માર્ગો અને સેક્ટર 10 ના મુખ્ય માર્ગની હાલત અત્યંત ખરાબ હોઇ તાત્કાલિક ધોરણે ડીપીટીના કોર્પોરેટ સામાજિક જવાબદારી - સીએસઆર ના પ્રોજેક્ટ અંતર્ગત નવીનીકરણ કરવા અનુરોધ કર્યો છે, જેથી ડીપીટીના સીએસઆરના યોગદાન દ્વારા આ માર્ગોના સમારકામ - નવીનકરણથી શહેરની જનતા પ્રત્યેની પોર્ટની સામાજિક જવાબદારી અદા કરી શકાય તેવું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...