તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:વરસાદી નાળાંની ઉપરછલ્લી સફાઇ કરી પાલિકા સંતોષ માનશે

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાળાંની મરંમત પાછળ 15 કરોડનું આંધણ
 • લોકોના પૈસાનો વેડફાડ કરવા પાલિકાની વધુ એક વખત તૈયારી

નગર પાલિકા લોકોના પૈસાનો વેડફાડ કરવા એક પણ તક છોડતી ન હોવાનુ જણાઈ રહ્યું છે. ચોમાસાની સિઝન પહેલા નાળાંની સફાઈની કામગીરી ઉપર છલ્લી દર વર્ષે કરવામાં આવે છે. હાલ હાઈ વે પરના નાળાની સફાઈનું કામ શરૂ કરવામાં આવતા ચર્ચાનો દોર લોકોમાં થઈ રહયો છે. એક બાજુ 15કરોડના ખર્ચે વરસાદી નાળાંના કામ ચાલે છે તેમાં પણ થતી ફરીયાદને નજર અંદાજ કરી સતાધીશો વહીવટ સારો હોવાની કેસેટ વગાડી રહ્યા છે. શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં કાગળ પર ધોડા દોડાવી લોકોને પરેશાનીમાં મુકવાની તક પાલિકા છોડતી નથી. ગત વર્ષે ચાવલા ચોક, સ્ટેશન સહીતના વિસ્તારમાં પાણી નહી ભરાય તેવા દાવા કર્યા પછી પાણી ભરાતા અને લોકોના ધરમાં પણ પાણી ભરાવાની ધટના સાથે દુકાનોમાં પણ પાણી ભરાતા નગર પાલિકાના સાશકો પર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. પાણીના નિકાલ માટે આગોતરા પગલા ભરવામાં નિષ્ફળ સાશકો આ વખતે ગત ચોમાસાનું પુન:રાવર્તન ન થાય તે માટે પગલા ભરે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે. નાળાંની સફાઈની વિડીયોગ્રાફી પણ કરવામા આવ્યા પછી અંદાજે 20થી 25લાખનો દરવર્ષે ધુમાડો કેમ કરવામાં આવે છે તે બાબત વિચારવા જેવી છે. વિપક્ષ પણ આ બાબતને જાણતા હોવા છતાં કયારેક આખ આડા કાન કરે છે અથવા ફરીયાદ કરે તો બહુમતિના જોરે ભાજપ ફીડલુ વાળી દેતુ હોવાનો ચણભણાટ ઉઠે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો