તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:પાલિકાને 32 સિટી બસ માટે અનુદાન મળી શકે તેમ છે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલ માટે મંજૂર બસ સેવા મુદ્દે વિધાનસભાના વિપક્ષના નેતાએ પણ દાણો દાબ્યો
  • પાલિકા પાસે દરખાસ્ત મંગાવવામાંઆવી

ગાંધીધામ- આદિપુરની અંદાજે સાડા ત્રણ લાખની વસ્તીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે અગાઉ સિટી બસ સેવા શરૂ કરવા પાલિકાએ ગતિવિધિ તેજ કરી હતી અને મંજુરી મળ્યા પછી કોન્ટ્રાક્ટરના સહારે સેવા શરૂ કર્યા પછી તેનું બાળ મરણ થયું હતું. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવ્યા પછી વિધાનસભાના વિપક્ષના નેતાની રજૂઆત પછી પાલિકાના ચીફ ઓફિસરને થોડા સમય પહેલા ગુજરાત શહેરી વિકાસ મીશન દ્વારા પત્ર પાઠવીને જે તે શહેરોમાં વધતી જતી વસ્તી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભારણને ધ્યાને લઇ 8 મહાનગરપાલિકા અને 22 અ વર્ગની નગરપાલિકા કે જેમાં ગાંધીધામનો પણ સમાવેશ થાય છે ત્યાં બસ પરીવહન સુવિધા શરૂ કરવા લીધેલા નિર્ણયની માહિતી શહેર કોંગ્રેસ પ્રમુખને આપવામાં આવી છે.

નગરપાલિકાને 32 બસ મળવા માટે અનુદાનને પાત્ર હોવાથી આગામી દિવસોમાં આ અંગેની દરખાસ્ત તૈયાર કરી પ્રાદેશિક કમિશનરને મોકલવા પણ સૂચના અપાઇ હોવાની વિગત મળી રહી છે. અગાઉની પાલિકાની બોડી વખતે એક દિવસ પુરતા બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ લાંબા સમય સુધી હિલચાલ ચાલું રહી અને રજૂઆતો અને લોકોની લાગણીને માનીને પાલિકાએ ખાનગી ઓપરેટરની બસ સેવા શરૂ કરવા માટે કામ પણ સોંપ્યું હતું. પરંતુ એસટી નિગમની ટ્રાન્સપોર્ટ કેરેજની મંજુરીથી લઇને વાંધા વચકા બાદ બસ સેવા બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ હવે ફરી થોથા ઉખેળવામાં આવી રહ્યા છે.

શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ બસ સેવા શરૂ કરવા વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત કરાઇ હતી. તેના અનુસંધાને ધાનાણીએ આ બાબતનો ઉલ્લેખ કરીને કરેલી કાર્યવાહી બાદ શહેરી વિકાસ નિગમ મિશન દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવીને 32 બસ માટે અનુદાન મળે તેમ જણાવીને પ્રાદેશિક કમીશનરના અભિપ્રાય માટે શહેરી બસના સંચાલન માટેની દરખાસ્ત મંગાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...