તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરને ચોખ્ખુ ચણાક બનાવવાની દિશામાં પાલિકાએ શરૂ કરી કવાયત

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તહેવારોને ધ્યાન રાખી પગલા ભરવામાં આવ્યા
 • ત્રણ દિવસથી ઝૂંબેશ શરૂ કરી વધુ સફાઇ કામદારોને કામે લગાડ્યા હોવાનો કરાતો પાલિકાનો દાવો

ગાંધીધામ પાલિકા દ્વારા શહેરને ચોખ્ખુ ચણાક બનાવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારોમાં સફાઇ ઝૂંબેશ શરૂ કરીને હાલ જે રીતે લોકો દ્વારા ઘરમાં સફાઇ કરીને ઠાલવવામાં આવતો કચરો ઉપરાંત રસ્તા પરનો કચરો દૂર કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં થઇ રહેલી કામગીરી પૂર્ણતાના આરે છે.શહેરમાં દિવાળીના પર્વને લઇને લોકો ઘરમાં સફાઇ ઝૂંબેશ ચલાવી રહ્યા હતા. સફાઇ કામ બાદ કચરો એકત્ર કરીને નિયત કચરા પેટીમાં ઠાલવતા હતા. દરમિયાન પાલિકા દ્વારા તહેવારોની સિઝને ધ્યાનમાં લઇને વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. શહેરના વિસ્તારોમાં કચરો એકત્ર કરીને સફાઇ ઝૂંબેશ શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાલિકાના પ્રમુખ કાનજીભાઇ ભર્યા, કારોબારી સમિતિ ચેરમેન વિજય મહેતા, સેનિટેશન કમીટી ચેરપર્સન વિમલેશ શર્મા વગેરે દ્વારા મોનીટરીંગ કરાવીને વ્યવસ્થિત રીતે સફાઇ વધુને વધુ સઘન રીતે થાય તે દિશામાં પગલા ભરીને શહેરને ચોખ્ખુ બનાવવા કામગીરી શરૂ કરાઇ છે. અંદાજે ત્રણેક દિવસથી શરૂ થયેલી આ ઝૂંબેશને અનુલક્ષીને સફાઇ કામદારોને જોતરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો