તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સગીર પુત્રીને છેડનારને ઠપકો આપતા માતાને તમાચો માર્યો

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પડાણામાં ઘર પાસેથી પસાર થતા યુવાને બારીમાં ઉભેલી સગીરાની છેડતી કરનારને સગીરાની માતાએ ઠપકો આપ્યો તો છેડતી કરનાર શખ્સે તેમને તમાચો મારી કાનમાં ઇજા પહોંચાડી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગત રાત્રે નવી સુંદરપુરી તૈયબા મસ્જિદ પાસે રહેતો રવિ મહેશ્વરી તેમના ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બારીમાં ઉભેલી તેમની 16 વર્ષની સગીર વયની પુત્રીને જોઇ તુમ મુજે બહોત અચ્છી લગતી હો કહી છેડતી કરી અભદ્ર ટિપ્પણી કરી હતી જે બાબતે તેઓએ તે ઇસમને ઠપકો આપ્યો તો ઉશ્કેરાયેલા રવિએ તેમના કાન ઉપર તમાચો મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...