તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નાની ઉંમરે તમાકુ ચબાવતા બાળકોના ઘરેજ સૌથી વધુ કેન્સરના ચિંતાજનક કેસ જોવા મળ્યા

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 40 વર્ષે બાદ જોવા મળતા મધુપ્રમેહ, રક્તચાપના કેસો અંગે 50 આશા વર્કરોને તૈયાર કરાયા
 • તાલુકામાં આ પ્રકારના છુપાયેલા કેસોની સંખ્યા વધુ હોવાની વકીના આધારે કરાશે વિશેષ સર્વે

ગાંધીધામ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા નોન કોમ્યુનીકેબલ ડિસીઝ અંગે પૉપ્યુલેશન બેઈઝ સ્ક્રીનિંગ અંગેની વિશેષ તાલીમ કાર્યક્રમ માયુમ હોલ ખાતે યોજાયો હતો. જેમાં 50 જેટલી આશા વર્કર બહેનો સહિતનાને આ માટેની તાલીમ અપાઈ હતી. પ્રાથમિક સર્વેમાં સંકુલમાં નાની ઉંમરે તમાકુનું સેવન કરતા બાળકોના ઘરે કેન્સરના સૌથી વધુ કેસ સામે આવતા હોવાનું સામે આવ્યું છે. તજજ્ઞોના મતે આજ બાબત દર્શાવે છે કે પરિવારજનોની આદતો બાળકોમાં પ્રસરે છે અને ગંભીર સ્થિતિ ધારણ કરે છે. આ પ્રકરણમાં તમાકુ ચબાવતા બાળકો અંગે જાણકારી મેળવાઈ હતી.

ગાંધીધામમાં આરોગ્ય વિભાગ દ્વારા એનસીબી અંતર્ગત હેલ્થ અને વેલનેસ સેન્ટરના આશા, એફએચડ્બ્યુને પૉપ્યુલેશન બેઈઝ સ્ક્રીનિંગ તાલીમ કાર્યક્રમ આપીને 50 જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અપાયા હતા. આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે કેટલીક બીમારીઓ કે જે 40ની વય બાદ સામાન્ય રીતે પ્રકાશમાં આવતી હોય તે ડાયાબીટીઝ, બ્લડપ્રેશર, કેન્સર જેવા રોગો અંગે સામાન્ય જનોમાં શું સ્થિતિ છે, તે અંગેના તપાસણી માર્ગદર્શન માટે આ આયોજન કરાયું હતું. જેથી તેનું વહેલું નિદાન થઈ શકે અને વહેલી સારવાર મળે તો તેને નાથવામાં સફળતા મળે. તાલીમ પ્રાપ્ત કરેલા બહેનોને સ્ક્રીનીંગ કરવા, ટેસ્ટ મોકલવા સહિત અંગે જાણકારી અપાઈ હતી. જેના અંતિમ ચરણમાં લૅબોરેટરી ટેસ્ટ અને દવાઓ ચાલુ કરવા સુધી કેસને મોકલવામાં આવે છે.

બિમારીઓથી સુરક્ષા માટે પરિબળો બદલીયે!
બિમારીઓમાં કેટલાક પરિબળોને અંકુશમાં લાવી શકાય, જેમાં આદતો અને શરીરની સ્થૂળ અવસ્થા જેવી બાબતો છે તો કેટલાક પરિબળો જેમ કે ઉંમર અને શરીરની મુળભુત પ્રકૃતિ સાથે કાંઈ બદલી શકાતું નથી. જેથી જે પરિબળો એટલે કે વજન વધારે હોય તો તેને ઓછુ કરવા, વ્યસનોને રોકવા, પેટનો ઘેરાવો ઓછો કરવો, ખાવા પીવામાં સાવધાની રાખવા જેવા પરિબળો હોય છે. જે અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો