તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો કકળાટ:ટોળું પ્રમુખની ચેમ્બરમાં ધસી આવતાં ગરમાગરમી

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડના પોશ વિસ્તાર બાદ સુંદરપુરીમાં પાણીનો કકળાટ
  • શિડ્યુલ મુજબ પાણી મળતું ન હોવાનો પાલિકા પર આક્ષેપ : પાણી વિતરણની ખામીનો લોકો ભોગ બની રહ્યા છે

ગાંધીધામ નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાની નબળાઈનો ભોગ લોકો બની રહ્યા છે. નવી સુંદરપુરી વિસ્તારમાં પાણી મળતું હોવા સહિતના મુદ્દે આજે પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં મહિલાઓનું ટોળું ધસી આવ્યું હતું. પાણી મળતું ન હોવાથી પડેલી હાલાકીનો કરીને તાકીદે સમસ્યાનો નિકાલ લાવવા માટે માગણી કરવામાં આવી હતી. રહીશની રજૂઆત સાંભળીને તાકીદે ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી હતી.

પાણી વિતરણની ખામીને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે. અગાઉ ગુરુકુળ જેવા પોશ વિસ્તારમાં પાણી મળતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારબાદ આ વોર્ડમાં રહેલા અન્ય પછાત વિસ્તાર ગણાય તેવા નવી સુંદરપુરી વિસ્તારમાં પાણી મળતું હોવાને લઈને મહિલાઓ આજે પાલિકાના પ્રમુખ ઈશિતા ટિલવાણીને રજૂઆત કરી હતી. આ પ્રસંગે ભાજપના અન્ય સભ્યો તારાચંદ ચંદનાની, પપ્પુ ઘેડા, ગોવિંદ નિંજાર, સુરેશભાઇ ગરવા વગેરે હાજર રહ્યા હતા. રહીશોની રજૂઆત સાંભળીને મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાને બોલાવીને આ વિસ્તારની પાણી સમસ્યા ઉકેલવા માટે પણ જણાવાયું હતું.

પાણીના કર્મચારીઓ બદલાયા
નગરપાલિકા પાસે અનુભવી કર્મચારીઓ ની તંગી હોવાને કારણે જે તે પરિસ્થિતિ ઉભી થાય છે તેનું નિરાકરણ લાવવું મુશ્કેલ બની રહ્યું છે. પાણીની અછત સામે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છતાં જુદા વિસ્તારોમાંથી પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે તેને ધ્યાનમાં લઈને હવે અગાઉ કામ કરી ચૂકેલા જુના જોગી અને ભાજપની નગર સેવિકાના પતિને આ જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગત પણ મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...