તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો ટ્રેન્ડ:ફેશનના બ્લોગર્સની બેઠક લોકલ ફોર વોકલ બની

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં બદલાતા ટ્રેન્ડને સમજીને તેને સ્થાનિક સ્તરે કઈ રીતે ઢાળવા ચર્ચા
  • ઓનલાઈન ખરીદી રોકીને સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન આપી નાના વેપારને ટેકો આપવો બન્યો જરૂરી

ગાંધીધામમાં મહિલા ફેશન બ્લોગર્સ અને ઈન્ફ્લ્યુસર્સની ના મેળાવડાનું આયોજન ગાંધીધામની યુવા અગ્રગ્રણ્ય ફેશન બ્રાંડ સ્થાપક વૈશાલી શાહ દ્વારા કરાયું હતું. જેમાં સંકુલની નામના પ્રાપ્ત મહિલાઓને ગોષ્ઠી માટે સામેલ કરાઈ હતી. ગાંધીધામમાં પ્રથમ વખત ફેશન બ્લોગર્સ અને ઇન્ફ્લ્યુઅર્સ મહિલાઓએ એકત્ર થઈને વિવિધ બાબતો પર ચર્ચા ગોષ્ઠી કરી હતી. આયોજન વૈશાલીએ કપડાની લીડીંગ બ્રાંડની સ્થાપક છે, જેમણે બ્લોગર્સની ભુમીકાને મહત્વપૂર્ણ ગણાવીને લોકોને નવીનતમ વલણો વિશે માર્ગદર્શન આપવાનું અને યંગસ્ટર્સને રાહ ચીંધવનું કાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું. આ બેઠક પાછળનો મુખ્ય ઉદ્દેશ ટકાઉ ફેશન વલણ વિશે જાગૃતિ લાવવા અને સ્થાનિક નાના વેપારને ટેકો આપવાનો હોવાનું જણાવીને તમામ બ્લોગલ તેમજ ગ્રાહકોને લોકલ ફોર વોકલ કરી ઓનલાઇન ખરીદી રોકી અને સ્થાનિક ખરીદીને બળ આપવાની અપીલ કરી હતી. આ મેળાવડામાં વૈશાલી શાહ, ઇના જૈન, વિનિતા વિધાની, ભૂમિકા કૃપલાની, મહેક ચોપડા, ધારા જૈન, ઇશિતા સોની હાજર હતા. અમૃત પાલ સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...