તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પડાણા જમીન ષડયંત્રનો સૂત્રધાર બે દિવસના રિમાન્ડ હેઠળ ધકેલાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ કૌભાંડમાં કોણ સામેલ ? ખુલી શકે છે મોટા રહસ્ય

ગાંધીધામ નજીક આવેલા પડાણાની સીમમાં આવેલી કિંમતી જમીન મુળ માલિકના નામધારી ખોટા વ્યક્તિ અને ખોટા સાક્ષી ઉભા કરી પચાવી પાડવાના ષડયંત્રનો સૂત્રધારને એલસીબીએ પકડી લીધા બાદ મેડિકલ ટેસ્ટ પછી આજે જજના બંગલે રિમાન્ડની માંગ સાથે રજુ કરાયો હતો જેમાં તેને બે દીવસના રિમાન્ડ હેઠળ ધકેલી દેવાતાં હવે આ જમીન કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે અને કોનો શું રોલ હતો એ તમામ સનસનીખેજ હકિકતો બહાર આવી શકે છે ત્યારે સંકુલના અનેક મોટા ડેવલોપર્સ સહિતના મોટા માથાઓના પગ નીચેની જમીન સરકી હોય તેવી હાલત થઇ છે.

પડાણા પાસેની કિંમતી જમીનના માલિક અમૃતલાલ ભાણજી શાહની જમીન જેની કિંમત વેલ્યુએશન મુજબ 21 કરોડની આંકવામાં આવેલી કિંમતની જમીન મુળ માલીકના જ નામધારી મુંબઇના અમૃતલાલ ભાણજી શાહના દસ્તાવેજો રજુ કરી વેચાણ ડીડ તૈયાર કરાવી બાગેશ્રી ટાઉનશીપમાં રહેતા સન્મુખરાવ અપન્ના રાવે ખરીદી પણ આ વાતની જાણ મુખ્ય માલીકને થતાં બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જે પૈકી સન્મુખ રાવને એલસીબીએ રાઉન્ડ અપ કર્યા બાદ કોવિડ-19 ટેસ્ટ કરાવી વીધીવત અટક કર્યા બાદ રવીવારે જજના બંગલે રિમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો જેમાં બે દિવસના રિમાન્ડ હેઠળ ધકેલાયો હતો.

સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ આ જમીન ખરીદ્યા બાદ સન્મુખ રાવે ગાંધીધામ સ્થિત મહેસાણા અર્બન કો-ઓપ બેંકમાં લોનની પ્રોસેસ કરી હતી અને 21 કરોડની જમીનની વેલ્યુએશન સામે રૂ.37 કરોડની લોન મેળવવાની પ્રોસેસ કરાઇ હતી. હવે જોવું એ રહ્યું કે આ રીમાન્ડ દરમિયાન આ કૌભાંડમાં કોની સંડોવણી બહાર આવે છે. આ કેસમાં અ.ેક સૂત્રધારની અટક થયા બાદ અનેક મોટા માથાના પગ નીચેથી જમીન સરકી હોવાના તર્ક વિતર્કો લોકોમાં સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો