મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણનો માસ્ટરમાઈંડ કોણ?:મુન્દ્રા ડ્રગ્સ કાંડનો માસ્ટરમાઈંડ જથ્થો ઝડપાયાના પાંચમે દિવસ ભાગી ગયો હતો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પંજાબ પોલીસે અલગ કેસમાં ઝડપી પૂછપરછ કરી છોડી મુક્યો હતો
  • મુળ અફઘાનિસ્તાનના યુવકે દિલ્હીમાં ડ્રગ્સ રાખવા ગોડાઉન રાખ્યા હતા

મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણનો માસ્ટરમાઈંડ કોણ? તે પ્રશ્નનો જવાબ શોધતી ડીઆરઆઈ અને હવે એનઆઈએના હાથે હવે એવી માહિતી સાંપડી હતી કે જેને તેઓ આટલા સમયથી ગોતી રહ્યા હતા તે હાથમાં આવીને છટકી ગયો હતો. પંજાબ પોલીસે મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણના માસ્ટર માઈંડને ડ્રગ્સના અલાયદા એક કેસમાં ઝડપ્યો હતો, પરંતુ પૂછપરછ કરીને જવા દીધો હતો. આ ઘટનાક્રમ સત્યની નજદીક હોવાનું કેસની તપાસ સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

મુન્દ્રા પોર્ટમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ હજાર કિલો જેટલો જંગી હેરોઈનનો જથ્થો બે કન્ટેનરમાં ભરીને અફઘાનિસ્તાનથી આવતો ઝડપી પડાયો હતો. ચેન્નઈ બેઝડ આશી ટ્રેડીંગ કંપનીએ કરેલી આયાત સામે આવતા આયાતકારી દંપતી સહિત અત્યાર સુધી દસેક લોકોની અટકાયત અને રિમાન્ડ ચાલી રહ્યા છે. આ ત્રીસેક વર્ષની આયુ ધરાવતા મુખ્ય ષડયંત્ર કારી શખ્સને પંજાબ પોલીસની સ્પે. ટાસ્ક ફોર્સ અલગ અલગ કેસમાં ઝડપીને પૂછપરછ કરી હતી, પરંતુ કોઇ વધુ શંકાસ્પદ હાથે ન લાગતા તેને છોડી મુકાયો હતો. સુત્રોના દાવા મુજબ ત્યારબાદ જ્યારે મુન્દ્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયાના અહેવાલ સમાચાર માધ્યમોથી વહેતા થયા ત્યારબાદ ચાર થી પાંચ દિવસમાંજ કિંગપીનએ સંભવિત રીતે ભારત થી પાકિસ્તાન અને ત્યાંથી અફઘાનિસ્તાન ભાગી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તે પાંચેક વર્ષથી ભારતમાં દિલ્હી આસપાસ રહેતો હતો અને ડ્રગ્સનો જથ્થો રાખવા ગોડાઉન રાખ્યા હતા. પહેલા જુન મહિનામાં ટેસ્ટીંગ માટે થોડો ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો, ત્યારબાદ તે સફળ થતા 21 હજાર કરોડની જંગી કિંમત ધરાવતા ત્રણ ટન ડ્રગ્સના જથ્થાને આયાત કરવાની હિંમત કરી હતી. હવે ઈન્ટરપોલ નોટીસ જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...