ભુજ:મારવાડી યુવા મંચે અસ્થાયી પાણીની પરબની શરૂઆત કરી

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારવાડી યુવા મંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની ગરમીને જોતાં રાહદારીઓ માટે પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અસ્થાયી પાણીની પરબ શરૂ કરાવી છે. સંકુલના ગાંધીધામ મર્કેન્ટાઇન કો.ઓપરેટીવ બેંક, સી.જી. ઓર્ગેનીક, ટાગોર પાર્ક, ગોકુલપાર્ક વગેરે સ્થળ પર પાણીની પરબ માટલા સાથે સ્થાપીત કરવામાં આવી છે. આ પ્રકલ્પને સફળ બનાવવા શૈલેન્દ્ર જૈન, જીતેન્દ્ર જૈન, પ્રશાંત અગ્રવાલ, સુધિર ગોયલ, બાબુલાલ સિંઘવી, સુરેશભાઇ કુંડલીયા, રવી કેલા વગેરે સહયોગ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...