તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:સવારે 8થી બપોરના 2 સુધી બજાર ચાલુ રાખવા ભાર મુકાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બરની રાજ્ય પોલીસ મહાનિર્દેશક સાથે ચર્ચા

કોરોનાની બીજી લહેરથી થયેલા વ્યાપક સંક્રમણ અને મૃત્યુઆંકને ખાળવા રાજ્ય સરકાર દ્વારા મોટા શહેરોમાં લાદવામાં આવેલા મીની લોકડાઉન મુદ્દે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ મહાનિર્દેશક સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યં હતું. વિડીયો કોન્ફરન્સમાં રાજ્યની તમામ 9 ક્ષેત્રીય ચેમ્બરો અને વિવિધ વેપાર- ઉદ્યોગના મંડળોના અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અનિલકુમાર જૈને પોલીસ મહાનિર્દેશકને આવકારી આ કપરા સમયમાં સમગ્ર રાજ્યની પોલીસની પ્રશંસનીય કામગીરી બિરદાવી જણાવ્યું હતું કે, ગાંધીધામ એ જિલ્લાનું મુખ્ય વેપાર મથક ઉપરાંત દેશના મહાબંદરોનું શહેર ગણાય છે. જે ઉત્પાદન અને વ્યવસાયિક પ્રવૃતિઓથી સતત ધમધમતું શહેર છે.

સરકાર દ્વારા આંશાક કે મીની લોકડાઉનના નિયંત્રણો મુકાયા પહેલા પણ ગાંધીધામ ચેમ્બર અને વિવિધ વેપારી મંડળો દ્વારા કરાયેલી અપીલથી દુકાનદારોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છીક બંધ પાળી સંક્રમણને રોકવા પ્રયત્ન કર્યો હતો. સાથેસાથે ચેમ્બર દ્વારા આરટીપીસીઆર કેમ્પ યોજીને જિલ્લાની જનતાને કોરોના પરીક્ષણ સ્થાનિકે ઉપલબ્ધ કરાવવા 7 દિવસના ડ્રાઇવ થ્રુ કેમ્પનું આયોજન કર્યું હતું. છેલ્લા 15 દિવસથી દુકાનો અને ધંધા બંધ હોવાથી દુકાનદારો અને છૂટક વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે.

જેથી સવારના 8થી બપોરના 2 વાગ્યાસુધી ધંધા રોજગાર ચાલુ રાખવા તેપ છી બપોરના 2થી સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવા માટે છૂટ આપવા ભાર પૂર્વક જણાવ્યું હતું. જેથી સંક્રમણનો હેતુ પણ જળવાઇ રહે અને નાના વેપારીઓને આર્થિક બોજો હળવો થઇ શકે. પ્રત્યુતરમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, નાના દુકાનદારો અને ઉત્પાદનકર્તાઓનાપ્રશ્નો પરત્વે ઉચ્ચકક્ષાએ સમીક્ષા કર્યા બાદ ઘટતું કરવા જણાવ્યું હતું, તેવું ગાંધીધામ ચેમ્બરના માનદમંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...