તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડીપીટીમાં મરીન વિભાગે પાછલા બારણે ભરતીની પ્રક્રિયા હાથ ધરી

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતી પર પ્રતિબંધ, ઉમેદવારની આયુ 65 વર્ષ !
  • નિયમ વિરૂદ્ધ જગ્યા ભરવા સામે એચએમએસે વિરોધ નોંધાવ્યો

સરકાર દ્વારા કર્મચારીઓની ભરતી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ડીપીટીમાં પણ એમ કહેવાય છે કે, ભારત સરકારની પ્રતિબંધની નીતિને અપનાવવામાં આવી રહી છે. પરંતુ પાછલા બારણે 65 વર્ષની આયુવાળા 6 ઇલેક્ટ્રીક અને મીકેનીક એન્જિનિયર, ટગ અને ટ્રેઝરરની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા વાંધો ઉપાડવામાં આવ્યો છે. ડીપીટીમાં કોન્ટ્રાક્ટ હિસાબે નિયમને એક બાજુ મુકીને ભરતી કરવામાં આવી રહી છે. મરીન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર દ્વારા તા.1ના જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં વય મર્યાદા નિયમ મુજબ 30 વર્ષની હોય આ કેસ જુદો છે.

જેમાં 65 વર્ષના નિવૃત ઓફિસરો માટે ભરતીની જાહેરાતનો ઉલ્લેખ કરાયો છે. જે ખોટો અને ભરતીના નિયમ વિરૂદ્ધ છે તેમ ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી એલ. સત્યનારાયણે જણાવ્યું છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 6 જગ્યાઓ પ્રોફેસનલ ચીફ મેનેજર અને મેનેજર કક્ષાની ભરવા માટે થયેલી હિલચાલ ખોટી છે. ખરેખર તો કોર્ટે આઇટી ઓફિસરની કાયમી પોસ્ટ, ઇડીટી વિભાગમાં ખાલી પડી છે તે ભરવા માટે નનૈયો ભરે છે. જ્યારે કોન્ટ્રાક્ટના હિસાબે 3થી 5 વર્ષના ગાળા માટે ભરતી કરીને પાકા કરવાનું કામ થાય છે.

વર્ષોથી કાચા કામદારોને અને વારસદારોને નોકરી આપવા માટે 100 બહાના અને નિયમ આગળ ધરવામાં આવે છે. આવા અન્યાયને લઇને 15 વર્ષથી નોકરી કરેલ અવસાન પામેલ કામદારોના વારસદારોને અને કુલ કાચા કામદારોને પાકા કરવાની વાત આવે ત્યારે નિયમ આગળ ધરી દેવામાં આવે છે તે યોગ્ય નથી. તાકીદે કોન્ટ્રાક્ટ પ્રર્થા બંધ કરીને 45 જેટલા વારસદારોને કાચા કામદારો છે તેને પાકા કરવા 115 જેટલા પુલ લીસ્ટ કાચા કામદારોને વહેલી તકે પાકા કરવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...