આદિપુરમાં ધોળા દિવસે છરીની અણીએ લૂંટનો પ્રયાસ કરનાર પકડાયેલી ત્રીપુટી પૈકી બે આરોપીએ જ છ મહિના પહેલાં માંડવીના મંદિરમાંથી ચોરી કરી હોવાની કબલૂલાત આરોપીઓએ રિમાન્ડ દરમિયાન આપી હતી.
આદિપુરના પ્રો.પીઆઇ આર.આર.વસાવાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુર માં તા.27/7 ના બપોરે ઘરમાં ઘૂસી કિશોરીના ગળે છરી રાખી લૂંટનો પ્રયાસ કરવાના ગુનામાં પકડાયેલા એક મહિલા સહિત ત્રણ આરોપીઓ પૈકી મેઘપર કુંભારડી રહેતા પુનમ માલજીભાઇ ડુંગરખિયા અને મુન્દ્રાના રતડિયા રહેતા રહીમ હમીદભાઇ હાલેપોત્રાની રિમાન્ડ દરમિયાન આ બન્ને આરોપીઓએ છ મહિના પહેલાં માંડવીના જોગીવાસમાં આવેલા ખેતરપાળ દાદાના મંદીરમાંથી એ કિલોગ્રામની ચાંદીની મૂર્તિ ચોરી કરી હોવાની કબૂલાત આપતાં આ બાબતે તપાસ કરી તો આ ગુનો માંડવી પોલીસ મથકે નોંધાયેલો હોવાથી માંડવી પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. આ કામગીરી માં પીઆઇ વસાવા સાથે એએસઆઇ ભુપેન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ અંકિત ચૌધરી, દિનેશભાઇ પરમાર, કોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, હરદેવસિંહ ચુડાસમા વગેરે જોડાયા હતા.
મંદિરની રેકી કરી બંધ મંદિરમાંથી ચોરીની મોડસ ઓપરેન્ડી
રિમાન્ડ દરમિયાન ચોરીનો ગુનો કબુલનાર બે આરોપીઓ પ્રથમ મંદિરોની રેકી કરતા અને જે મંદિરમાં કોઇ ન હોય તેને ટાર્ટે કરી આરોપી પુનમ માલજીભાઇ ડુંગરખિયા મંદિરની બહાર ઉભો રહેતો અને રહીમ હમીદભાઇ હાલેપોત્રા મંદિરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતો હોવાની મોડસ ઓપરેન્ડી હોવાનું પણ પુછપરછમાં ધ્યાને આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.