તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહિલાને અભદ્ર ઈશારા કરીને ભાગતો શખ્સ સ્લીપ થયો ને જનતાએ પકડી મેથીપાક ચખાડી દીધો !

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના જનતા કોલોની વિસ્તારમાં અશ્લીલ ચેનચાળા કરતો શખસ લોકોના હાથ ચડી જતા તેને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામના જનતા કોલોની વિસ્તારમાં સોમવારના બપોરના અરસામાં સ્થાનિક મહિલાને અશ્લીલ ઈશારા કરીને બાઈક પર તે શખસ ભાગી રહ્યો હતો, જે અચાનક સ્લીપ થઈ ગયો હતો. જેને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

થોડા સમયમાં પોલીસ આવી પહોંચતા તેને ઉઠાવી ગઈ હતી, જોકે પોલીસ ચોપડે મોડી રાત સુધી કોઇ બાબત ચડવા પામી નહતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ શખસ અગાઉ પણ આવી રીતે બાઈક પર આવીને અભદ્ર ઈશારાઓ કરીને ભાગી જતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો