તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપરેશન કિડનેપર:વેપારીના અપહરણમાં મુખ્ય આરોપી પકડાયો, પૂર્વ કચ્છ એસપીની અપહરણ કાંડમાં કાબીલેદાદ કામગીરી

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પોતાની બેચના અધિકારી સાથે મળી ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજસ્થાનના હિસ્ટ્રીશિટરને નાગુપરથી પકડ્યો

ગાંધીધામના ટીમ્બરના વેપારી અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ રૂ.35 લાખની ખંડણી માગનાર મૂખ્ય સૂત્રધારને પૂર્વ કચ્છ એસપીએ પોતાની બેચના અધિકારીઓ અને મિત્રોની મદદથી નાગપુર પાસેથી કાર અને રૂ.22 લાખ સાથે દબોચી લેવાયો છે. પૂર્વ કચ્છ એસપીએ સતર્કતા દાખવી ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના આ હિસ્ટ્રીશિટરને પકડી કાબિલેદાદ કામગીરી કરી છે.

આ બાબતે પૂર્વ કચ્છ એસપી મયુર પાટિલને પૂછતાં આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, નાગપુર સેક્ટર ચારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડો. અક્ષય શિન્દે અને તેમની ટીમે ગઈકાલે ઓપરેશન કિડનેપર્સ લોન્ચ કરી ખંડણીની 22 લાખની રોકડ રકમ સાથે કારમાં નાગપુરથી હૈદ્રાબાદ તરફ નાસી રહેલાં મનોજને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. ગત 19મી જાન્યુઆરીએ મુકેશ અગ્રવાલનું મોડવદર ઓવરબ્રિજ નીચેથી વેગન આર કારમાં પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. આરોપીઓ તેમને રાજસ્થાન લઈ ગયાં હતા અને 35 લાખની ખંડણી વસૂલી હતી.

વેપારીના અપહરણ-ખંડણીની ઘટનાને લઈ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ એટીએસને આરોપીઓ ઝડપી લેવા સૂચના આપી હતી. એટીએસએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગુનામાં સામેલ ચાર આરોપીઓની રાજસ્થાનમાંથી ધરપકડ કરી હતી. મૂખ્ય સૂત્રધાર મનોજ વ્યાસ હાથ લાગ્યો નહોતો. મનોજ મુકેશકુમારના ભાઈની વિયેતનામમાં આવેલી ફેક્ટરીમાં દસેક વર્ષ અગાઉ કામ કરતો હતો અને આ પરિવારની સધ્ધરતાથી પરિચિત હતો.

મુખ્ય સૂત્રધાર મનોજ વ્યાસને દબોચી લેવા પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી. આ કવાયતમાં મનોજનું લોકેશન નાગપુર બાજુનું ટ્રેસ થતાં તેમજ મનોજ નાગપુરથી હૈદ્રાબાદ નાસી જવાની વેતરણમાં હોવાની બાતમી મળતાં જ મયૂર પાટીલે નાગપુર સેક્ટર 4ના ડીસીપી અને તેમના બેચમેટ ડો. અક્ષય શિન્દે તેમજ અન્ય ત્રણ પોલીસ અધિકારી મિત્રોનો તત્કાળ સંપર્ક કરી મનોજનો મોબાઈલ નંબર અને ફોટો મોકલી કોઈપણ ભોગે તેને ઝડપી લેવા ઈનપુટ આપ્યું હતું.

શિન્દેએ તુરંત જ કમિશર અમિતેશકુમાર, એડિશનલ કમિશનર ડો. દિલીપ ઝલકેની ટીમ બનાવી હતી. આરોપી નાગપુરના બેલતરોડી વિસ્તારમાં હોવાનું ટ્રેસ કર્યાં બાદ સ્થાનિક પોલીસની ટૂકડી બનાવી ઓપરેશન કિડનેપર્સ હાથ ધરી ફિલ્મી ઢબે તેમણે મનોજને ઝડપી પાડ્યો હતો. પોલીસે ખંડણીમાં વસૂલેલી 22 લાખ રોકડ રકમ અને કાર કબ્જે કરી છે. મનોજ રાજસ્થાનનો હિસ્ટ્રીશીટર છે. નાગપુર પોલીસ તેનો કબ્જો ગાંધીધામ પોલીસને સુપ્રત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો