તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભાજપના ઉમેદવારોની યાદી 10મીએ જાહેર થાય તેવી વકી

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસે નગરપાલિકાના વોર્ડ દીઠ કરી કવાયત
 • 52 બેઠકો માટે ભાજપમાં જ 282 મુરતીયાઓ થનગની રહ્યા છે

ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મુરતીયાની પસંદગીને આખરી ઓપ આપવાની દિશામાં મુખ્ય રાજકીય પક્ષોએ કવાયત હાથ ધરી છે. ભાજપે લીધેલા સેન્સમાં 282 દાવેદારો બહાર આવ્યા પછી કોંગ્રેસમાં પણ કેટલાક વોર્ડની સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે પહેલી યાદી કોણ બહાર પાડે તેની ઉપર મદાર છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપમાં શહેર કક્ષાએ સેન્સ લઇ લેવામાં આવ્યા પછી હવે જિલ્લામાં કામગીરી કરીને પ્રમુખ, મહામંત્રી, ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજાશે. ત્યાર બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મંજુરી માટે મોકલી આપવામાં આવશે. કેટલીક બેઠકોની 10મીએ જ જાહેરાત થઇ જાય તેવી સંભાવના છે. જ્યારે સઘળું ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

ખર્ચની મર્યાદા વધતાં ઉમેદવારનો હાથ છૂટો રહેશે
ચૂંટણી પંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ જોવામાં આવે તો 9 વોર્ડથી વધુ સંખ્યા ધરાવતી પાલિકા માટે સવા બે લાખની મર્યાદા એક ઉમેદવારની ખર્ચની નક્કી થઇ છે. તે જોતાં એક પક્ષના ચાર ઉમેદવારો ઉભા હોય તો તેનો સંયુક્ત રીતે ખર્ચ 9 લાખ કરી શકશે. ગાંધીધામમાં 13 વોર્ડ આવ્યા છે. ખર્ચનું બહાનું આ વખતે કેટલાક ઉમેદવારો કાઢી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો