મારામારી:વકિલ ઉપર તેના ભાઇ અને ભત્રીજાએ ધોકાથી હુમલો કર્યો

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુંદરપુરીમાં ફરિયાદનું મનદુ:ખ રાખી મારામારી

ગાંધીધામના સુંદરપુરી ટાંકા પાસે શહેરના વકીલની કારને રોકી કારમાં નુકશાન પહોંચાડ્યા બાદ તેમના ઘરે જઇ વકીલાના ભાઇ તથા ભત્રીજાઓએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની, તો પોલીસ ફરિયાદ કરેલી તે બાબતનું મનદુ:ખ રાખી બે જણાએ યુવાનને પાઇપ વડે માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

વોર્ડ-8/એ સુભાષનગરમાં રહેતા અને વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 48 વર્ષીય મનોજભાઇ છોટાલાલ કંકોડીયા ગત સાંજે તેઓ કામ પતાવી સુંદરપુરી પાણીના ટાંકા પાસેથી જઇ રહ્યા હતા ત્યારે એક્ટિવા પર આવેલા તેમના નાના ભાઇ દિનેશ છોટાલાલ કંકોડીયા અને તેના પુત્ર કૃણાલે તેમને રોકી બહાર નીકળવાનું કહેતા઼ તેમણે દરવાજો ખોલ્યો ન હતો જેથી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ કારના દરવાજા પર લાતો મારી નુકશાન પહોંચાડ્યું હતું.

ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા તો ઘરે આવીને તેમના નાના ભાઇ દીનેશ, ભત્રીજા કૃણાલ દિનેશ કંકોડીયા, ચિરાગ દિનેશ કંકોડીયા, રાહુલ દિનેશ ક઼કોડીયા તથા એક અજાણ્યા શખ્સે ઘરમાં અપપ્રવેશ કરી તેમને ધોકા વડે માર મારી ઘરમાં નુકશાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હોવાની તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો નવી સુંદરપુરી પાણીના ટાંકા પાસે રહેતા શાકભાજીના ધંધાર્થી 45 વર્ષીય સંપતભાઇ ગોવિંદભાઇ દેવીપૂજક ગત સાંજે દવા લેવા જઇ રહ્યા હતા ત્યારે પ્રેમ ગોવિંદ દેવીપૂજક અને ભરત ગોવિંદ દેવીપૂજકે તે મારી સામે પોલીસ ફરીયાદ કેમ કરી છે કહી ભરતે સંપતભાઇના દિકરા મુકેશને પાઇપ વડે માર માર્યો હતોપ્રેમે તેમના મોઢા પર હાથ વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ એ-ડિવીજન પોલીસ મથકે નો઼ધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...