આયોજન:પાલિકા વિસ્તારના લારીગલ્લાવાળાઓને કાયદાનાં કવચથી સુરક્ષિત કરવામાં આવશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસાદાર, વગદાર લોકોના કહેવાથી રોજગારથી વંચિત કરવામાં આવતો હોવાનો સંગઠન દ્વારા આક્ષેપ

લોકસભા અને રાજ્યસભા દ્વારા પારિત કરવામાં આવેલા તેવા શહેરી શેરી ફરીયા અધિનિયમના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી ગાંધીધામ નગર પાલિકા, ગાંધીધામ પોલિસ, મામલતદાર અને અન્ય સ્થાનિક પ્રશાસન દ્વારા શહેરનાં કેટલાક શેરી ફેરીયાઓને પૈસાદાર, વગદાર લોકોના કહેવાથી રોજગારથી વંચિત કરવામાં આવે છે તેવી ઉગ્ર રજૂઆત સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

આ બાબતે આજે ભુજ શહેર શેરી કેરિયા સંગઠન, રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ,અને નેશનલ હૉકર ફેડરેશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી કે જિલ્લામાં કોઈ પણ નગર પાલિકા વિસ્તારમાં લારી ગલ્લા વાળાઓને હેરાન પરેશાન કરવામાં આવશે અને શહેરી શેરી ફેરિયા અધિનિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મહા આંદોલન નિર્માણ કરવાની ફરજ પડશે તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી. વધુમાં જણાવ્યું હતું કે બંધારણે ભારતીય નાગરિકોને કેટલાક અધિકારો આપ્યા છે.

જેમાં જીવવાનો અધિકાર, રોજીરોટીનો અધિકાર વ્યવસાયનો અધિકાર અને આ તમામ અધિકારોને માનવ અધિકાર તરીકે ગણવામાં આવ્યા છે. અન્ય માહિતી આપતાં જણાવ્યું હતું કે કે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ આ કામગીરીમાં સાથ અને સહયોગ આપવામાં આવ્યો છે એટલુ જ નહીં પ્રતિનિધિ મંડળે જયારે સ્થાનિક શેરી ફેરીયાઓ સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે ( ટાઉન વેંડીંગ કમિટી ) જેવી કોઈ કમિટી બાબતે શેરી ફેરીયાઓને ખબર જ નથી. નેશનલ હૉકર ફેડરેશન ગુજરાતના મહમદ લાખા આવી ધટનાઓ ને રોકવા, ટીવીસીનું ગઠન કરવા સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવી આકોશ વ્યકત કર્યો હતો.

જેમાં પાલિકા તંત્ર મનમાની મુજબ નહીં ચાલે તેમણે કાયદા મુજબ ચાલવું પડશે, 2017 થી આજદિન સુધી પ્રોવિઝનલ (હંગામી) ટીવીસી જ ચાલી રહી છે, જે 2014 ના કાયદાની વિપરીત છે, સુધરાઇ દ્વારા ત્રણ વર્ષથી ચલાવાતી પ્રોવિઝનલ ટીવીસીની માત્ર બે વખત જ મિટીંગ બોલાવવામાં આવી છે.

ગાંધીધામ નગર પાલિકા વિસ્તારમાં 2800 જેટલાં અંદાજીત શેરી ફેરીયાઓ નોંધાયા છે અને હજી પણ ત્રણ હાજર જેટલાં શેરી ફેરીયાઓની નોંધણી કરવાની બાકી છે અને ટીવીસીના દિશા નિર્દેશ સિવાય કે ટીવીસી ને વિશ્વાસમાં લીધા સિવાય કે ટીવીસીમાં ઠરાવ કે ચર્ચા કર્યા વિના શહેરમાં શેરી ફેરીયાઓને તેમની મૂળભૂત જગ્યાએથી હટાવવા તે કાયદાના ઉલ્લંઘન કરવા સમાન છે. જો યોગ્ય પગલાંઓ લેવામાં નહીં આવે તો ના છુટકે ગાંધીધામ હૉકર ફેડરેશન, રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ નેશનલ હૉકર ફેડરેશન ગુજરાત અને ભુજ શહેર શેરી ફેરીયા સંગઠન દ્વારા મહા આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...