તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:શિક્ષકોના પ્રશ્નો હલ કરવા મુદ્દે ચિંતન કરાયું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાની કારોબારી બેઠક ગાંધી સમાધિ આદિપુર ખાતે યોજાઇ હતી. તેમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં અવસાન પામેલા શિક્ષકો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કારોબારી એજન્ડા વિશેની માહિતી આપ્યા બાદ શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા કરી અને હજી પણ વધુમાં વધુ સભ્યો બનાવવાનું આહ્વાન આપ્યું હતું. અધ્યક્ષ દલપતભાઈ સોલંકીએ સંગઠન શક્તિ શું છે તેના વિશે સમજ આપી, શિક્ષકોના વિવિધ પ્રશ્નોને વાચા આપી શિક્ષકોના પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપી હતી. વર્ષાબેન પટેલ, દક્ષાબેન ભાટી, વાડીલાલભાઈ રૂડાની, શિલ્પાબેન પટેલ, નટવરભાઈ ચૌધરી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેવું ભરતભાઈ ધરજિયાંની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...