મિટિંગ:જન આર્શિવાદ યાત્રા મામલે ભાજપની બેઠકમાં ચિંતન કરાયું

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર “જન આશિર્વાદ” યાત્રા લ‌ઈ તા 8ના ગાંધીધામ આવશે. આ યાત્રાનો ચાવલા ચોકથી આરંભ થશે. જેને સફળ બનાવવા માટે મિટિંગ શહેર ભાજપ કાર્યાલયે સોમવારે સાંજે રાખવામાં આવી હતી. ઉપસ્થિત અપેક્ષિત આગેવાનો ને માર્ગદર્શન આપતા પૂર્વ ધારાસભ્ય અને આ જન આશિર્વાદ યાત્રા ના જીલ્લા ના ઈનચાર્જ રમેશભાઈ મહેશ્વરી અને ભરતભાઈ શાહે યાત્રા ને સફળ બનાવવા માટે વિવિધ સુચનો કર્યા હતા.

શહેર ભાજપના પ્રમુખ પંકજભાઈ ઠક્કર, તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ ગુજરીયા, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, તા.પં. પ્રમુખ ભરતસિંહ જાડેજા, મીનાક્ષીબેન ભટ્ટ, જે.પી.મહેશ્વરી, દેવજીભાઈ વરચંદ, ધનજીભાઈ હુંબલ, ભગીરથસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, મહેશ પુંજ, બળવંત ઠક્કર, ગીતાબેન ગણાત્રા, મોહિન્દરભાઈ જુણેજા, વિવિધ મોરચાના હોદેદારો નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો અને અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .સ્વાગત ઉદબોધન બાબુભાઈ ગુજરીયાએ અને આભારવિધિ શૈલેષભાઈ લાવડીયા એ સંચાલન નરેશભાઈ ગુરબાની એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...