તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:પાર્કમાં વિવાદિત બાંધકામના પ્રયાસ મુદ્દે આખરે નોટિસ મુકાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ બાંધકામ ન થાય તે માટે પોલીસની પણ સહાયતા લેવાઇ હતી

ગાંધીધામ નગરપાલિકાના 9-એઇ ખાતેના પ્લોટમાં બાંધકામને લઇને વિવાદ થયો હતો. અગાઉ થયેલી આ કામગીરી સંદર્ભે પોલીસ રક્ષણ સાથે પાલિકાએ બાંધકામ થતું અટકાવ્યું હતું. દરવાજાને તાળા પણ મારી દીધા હતા. ત્યાર બાદ હવે એક કદમ આગળ વધીને આજે નોટિસ બોર્ડ લગાવીને બાંધકામ ન થાય તે સહિતની સૂચના મુકવામાં આવી છે.

નગરપાલિકાની જમીન પર થઇ રહેલા દબાણો અંગે અવારનવાર ચર્ચાઓ ઉઠે છે. જે તે સમયે થતી કામગીરીમાં જોઇએ તેવા પગલા ભરવામાં આવતા ન હોવાનો ચણબણાટ પણ ઉઠતો હોય છે. અગાઉ ભાનુશાળી એપાર્ટમેન્ટ સામે કરવામાં આવેલા દબાણ દૂર કરવાના પગલાથી વિવાદ પણ થયો હતો. જે તે સમયે આ મુદ્દે ભાજપના જ આગેવાનોએ ફરિયાદ કરી હતી. દરમિયાન ટાગોર રોડ પર સત્યમ એપાર્ટમેન્ટની સામે દબાણ વધી રહ્યા છે આ અંગે આ વિસ્તારના દિલીપભાઇએ ફરિયાદ પણ કરી હતી. પરંતુ પરીણામ શૂન્ય આવ્યું છે. અન્ય સ્થળો પર પણ દબાણો વધી રહ્યા છે. જ્યારે આજે નગરપાલિકાએ 9-એઇના બગીચાના પ્લોટ પર બાંધકામ ન થાય તે હેતુથી વધુ એક પગલું ભરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...