લોકોમાં રોષ:ગુરુકુળના ખખડધજ રસ્તા બનાવવાનો મુદ્દો ભાજપના મોવડી મંડળ સુધી પહોંચ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની કારોબારી ચેરમેનના જ વોર્ડમાં કામ ન થતા રહિશોમાં આક્રોશ
  • પાલિકા પ્રમુખને ગુરૂકુળ યુથ સર્કલના પ્રતિનિધિ મંડળ દ્વારા સમસ્યા ઉકેલવા હૈયા વરાળ ઠાલવી

ગાંધીધામમાં લોકોના પ્રશ્નો હલ થતાં હોવાથી પાલિકા તરફ લોકોમાં રોષ વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાય તેવા ગુરૂકુળ અને કારોબારી સમિતિના ચેરમેન વોર્ડ છે તેમાં ખખડધજ રોડ ને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં રોડની મરંમત પર ધ્યાન આપવામાં ન આવતા મામલો ભાજપના મોવડી મંડળ ભુજ સુધી પહોંચ્યો હતો. કહેવાય છે કે રહિશો દ્વારા આ બાબતે એક તબક્કે લોકભાગીદારીથી સાડા ત્રણ લાખ રૂપિયા એકત્ર કરીને કામ કરી દેવા મન મનાવ્યું હતું અને તે મુદ્દે ભાજપના મોવડી મંડળને પણ જાણ કરવામાં આવતા ઉપરની સુચના આવતા આગામી દિવસોમાં આ રોડ રીપેર કરવા માટે પાલિકાએ કામગીરી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

શહેરના પોશ વિસ્તાર પૈકી એક ગુરૂકુળ રોડની હાલત ખરાબ થતાં અવાર નવાર અકસ્માતના બનાવથી લઈને અવરજવર કરવી મુશ્કેલી પડતાં આ બાબતે આ વિસ્તારના પ્રતિનિધિ અને પાલિકાની કારોબારીના ચેરમેન પુનિત દૂધરેજિયાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત છતાં પગલાં ભરવામાં ન આવતા ગુરૂકુલ યુથ સર્કલ દ્વારા લોકભાગીદારીનો વિકલ્પ શોધીનેે રોડ રિપેરિંગની કામગીરી માટે તૈયારી શરૂ કરી હતી.

આ બાબતે ભુજ ખાતે ભાજપના મોવડી મંડળને પણ રજૂઆત કરીને આ સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો દ્વારા જે નિર્ણય લેવાયો છે તેની જાણ કરતાં યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. દરમિયાન આજે આ પ્રતિનિધિ મંડળે પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણીને મળીને રોડ સહિતની સમસ્યા ઉકેલવા ઉગ્ર રજૂઆત કરી હોવાના સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...