તપાસ:મુન્દ્રા બંદરે મળેલા સિગ્નલની તપાસમાં કાંઈ ન મળ્યું

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સમિશન ટ્રેસ થતાં કસ્ટમ અને તપાસનીસ એજન્સીઓએ બે વેસલમાં કરી હતી તપાસ

મુંન્દ્રા બંદરે સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા બાદ તપાસમાં કોઇ ગંભીર બાબત ના જણાઇ હોવાનું તપાસનીસ એજંસીઓ કસ્ટમ અને અદાણી પોર્ટના સુત્રોએ જણાવ્યું હતું. મુન્દ્રા બંદર ઉપર લાંગરેલા એમવી-ઇગ્નાઝીઓ અને એમવી-પીવીટી એરોમા નામના બે જહાજોમાંથી ડિટેકટ થયેલા સેટેલાઇટ ફોનના ટ્રાન્સમિશન ટ્રેસ થયાની જાણકારી અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડના અધિકારીઓને ગત 11મી નવેમ્બરે મળી હતી. નિયમાનુસાર ભારતના દરિયાઈ ક્ષેત્રમાં સેટેલાઇટ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત છે.

સેટેલાઇટ ફોન સિગ્નલ્સ અંગેની માહિતી મળતા મુન્દ્રા કસ્ટમ્સ, મુન્દ્રા કોસ્ટ ગાર્ડ, રાજ્ય મરીન પોલીસ અને ઇમીગ્રેશન અધિકારીઓએ આ બન્ને જહાજોની ઝીણવટભરી તપાસ કરી હતી તથા આ તપાસ દરમિયાન બંને જહાજો માંથી કોઈ આપત્તિજનક બાબત મળી ન હોવાની જાણકારી અદાણી પોર્ટ કંટ્રોલને આપી હતી. મુંદ્રા કસ્ટમ વિભાગે પણ બે વેસલની તપાસ કરાઈ હોવાનું અને તેમાં કોઇ શંકાસ્પદ ફોન ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે ટ્રેસ થયેલા સિગ્નલ કોઇ અન્ય બોટના હોવાની સંભાવના સુત્રોએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...