રજૂઆત:મહારાવનું અપમાનએ સમગ્ર કચ્છનું અપમાન, કડક કાર્યવાહીની માંગ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા કોમ્પલેક્ષ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા એસપી સમક્ષ નખાઈ ધા

કંડલામાં આવેલી મહારાવની પ્રતિમાને દેશી દારુની થેલીનો હાર પહેરાવીને અપમાનિત કર્યા હોવાના ફોટા ફરતા થયા બાદ સમાજ સહિત સમગ્ર જિલ્લામાં લોકોની લાગણી દુભાઈ હતી. જે અંગે કંડલા કોમ્પલેક્ષ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પુર્વ કચ્છ પોલીસ અધીક્ષક સમક્ષ રજૂઆત કરીને આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સમાજ દ્વારા એસપીને આપેલા પત્રમાં જણાવાયું હતું કે મહારાવ ખેંગારજી બાવા કે જેમણે આ શહેર વસાવવા જમીન આપી હતી અને સરકારને પોતાનું રજવાડુ હસતા મોઢે આપ્યું હતું, તથા કચ્છ સ્ટેટ રેલવેમાં પણ આઝાદી પહેલા જેમનો મોટો ફાળો હતો. તેમનુ અસામાજિક તત્વો દ્વારા કરાયેલુ અપમાન તે કચ્છની સમગ્ર જનતાનું અપમાન છે.

અમારો સમાજ દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે, ત્યારે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અમુક અસામાજિક તત્વોએ દેશી દારુની થેલીનો હાર બનાવીને પહેરાવી ગયા હોવાનું જાણવા મળતા સમાજની લાગણી દુભાઈ છે. જેથી તાત્કાલિક ધોરણે આ પ્રકારના તત્વોને પકડીને કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...