તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લાકડિયા પાસે ડામર ભરેલું ટ્રેઇલર પલટી જતાં ઇજાગ્રસ્ત ડ્રાઇવરે દમ તોડ્યો

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

લાકડીયા નજીક ટ્રેઇલર ઉથલતા તેના ચાલકનું મૃત્યુ થયું હતું.મુળ રાજસ્થાનના હાલે ગળપાદર રહેતા અને મીઠીરોહર ખાતે રાજશ્રી ટ્રાન્સપોર્ટના માલિક અશોકકુમાર મંગલરામ જાટના ટ્રાન્સપોર્ટમાં રાજસ્થાન પાસિંગનું ટ્રેઇલર દીલ્હી-ગુજરાત વચ્ચે ચાલે છે.

આ ટ્રેઇલરમાં ડામરના ડ્રમ ભરી ચાલક રોશનલાલ ગ્યારસીલાલ શર્મા ગાંધીધામથી નિકળ્યા હતા અને સામખિયાળી-રાધનપુર હાઇવે પ્ર લાકડિયા રેલ્વે સ્ટેશન સામે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટ્રેઇલર પલટી મારી ગયું હતું જેમાં ચાલક રોશનલાલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું. ટ્રાન્સપોર્ટરે લાકડિયા પોલીસ મથકે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો