તોલાણી કોલેજ આર્ટ એન્ડ સાયન્સમાં એનએસએસના છાત્રો દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીના અનુસંધાનમાં મતદાતા જાગૃત થાય તે માટે આખ્યાનનું આયોજન કરાયું હતું. જેમાં મતદાનના મહત્વ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.
25 જાન્યુઆરીના મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષણ નગરી સહિતની સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. સુશીલ ધર્માણીએ વિદ્યાર્થીઓને એપીક કાર્ડ બનાવવા કોણપણ જાતના પ્રલોભન વગર મતદાન કરવા તેમજ દેશના ભવિષ્યમાં મતદાનનું મહત્વ અંગે સમજણ આપી હતી.
એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ભરત મોઢ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કઇ રીતે કરવો તે સહિતની સમજણ આપી છાત્રોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રોગ્રામ ઓફિસર ડૉ. દિશા ગોસ્વામીના સહયોગમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અધ્યાપકો, છાત્રો અને એનએસએસના સ્વયંસેવકો વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.