તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:શહેરના સરકારી સંસ્થાઓમાં બંધની અસર, નોંધાયો વિરોધ

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંકમટેક્સની ગાંધીધામ રેંજમાં કાગડા ઉડ્યા
  • એલઆઈસીએ પણ વિરોધ નોંધાવ્યો, SBI સીવાયની બેંકો બંધ રહી

ગાંધીધામમાં સરકારી વિભાગો દ્વારા ખાનગીકરણના વિરોધમાં અપાયેલા બંધના એલાનનો પડઘો પડ્યો હોય તેમ વિવિધ વિભાગોમાં તેની અસર જોવા મળી હતી. આવકવેરા વિભાગમાં સૌથી વધુ અસર જોવા મળી હોય તેમ કામ બંધ રખાયું હતું. તો એસબીઆઈ સીવાયની રાષ્ટ્રીય બેંકો પણ કામકાજથી અળગી રહી હતી.

સરકાર દ્વારા ખાનગીકરણને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તેવી રાવ સાથે સમગ્ર દેશમાં સરકારના અધિકાર ક્ષેત્ર અંતર્ગત કાર્યરત વિભાગો અને સંસ્થાનોએ સંવિધાન દિવસનાજ વિરોધ દર્શાવવાનું ઠેરવ્યું હતું. જે અનુસાર ગુરૂવારના ગાંધીધામમાં એસબીઆઈ સીવાયની રાષ્ટ્રીય બેંકો બંધ જોવા મળી હતી. તો આવકવેરા વિભાગની ગાંધીધામ ઓફિસના સ્ટાફે પણ આ વિરોધમાં જોડાયા હતા. આ સાથે બીએસએનએલના કર્મચારીઓએ સુત્રોચાર કરીને આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો એલઆઈસીએ પણ પોતાની ગતીવીધીઓને સીમીત રાખીને વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

ખાનગીકરણ, ઠેકેદાર પ્રથાના કારણે દુષણ
ખાનગીકરણ અને પરોક્ષ રીતે તેના કારણે વ્યવસ્થાઓમાં પગપેસારો કરી રહેલી ઠેકેદાર પ્રથાના કારણે શ્રમિકોના અને કર્મચારીઓના મુળભુત હિતોની રક્ષા નથી થઈ રહી તેવી ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે. વ્યવસ્થાઓમાં તાજેતરમાં સામે આવેલા દાખલાઓ તેના દાખલ રુપે દર્શાવાઈ રહ્યા હોય તેમ પોર્ટમા ટ્રાન્સપોર્ટનુ કાર્ય આઉટસોર્સ કરાય છે, જેમાં ડ્રાઈવરોને પુરતા પગાર ન આપીને કે અદ્ધવચ્ચે નોકરી છોડવા મજબુર કરાતા હોવાની રાવ પણ ઉઠવા પામી હતી. તો આવીજ હાલત અન્ય સંસ્થાનોમાં કર્મચારીઓ સાથે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...