સ્વચ્છતા સર્વેક્ષણ:સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરના 1500 નાગરિકોના ફિડબેક લેવાશે

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ત્રણ સ્તરીય સ્વચ્છતા સર્વેક્ષણ- ‘22ની આગળ ધપતી પ્રક્રિયાઓ
  • અગાઉ ઝોનમાં આગળ રહેલી ગાંધીધામ પાલિકાને લોકોના પ્રતિસાદ બાદ ક્રમાંકમાં પાછળ ધકેલાઈ હતી

ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022ની ગત મહિનાથી શરૂઆત થઈ ચુકી છે, તેના એક તબક્કા એટલે કે નાગરિકોના રીવ્યુ લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સુત્રોએ જણાવ્યું કે આ વર્ષ શહેરમાંથી 1500 નગરજનોનું રીવ્યુ લેવામાં આવનાર છે, જેમાંથી હાલ સુધી માત્ર 65 જેટલા ફિડબેક લેવાયા છે. નોંધવુ રહ્યુ કે નગરજનોના ફિડબેક બાદજ કેટલાક અંશે નગરપાલિકાનો સર્વેક્ષણમાં ગ્રાફ ગત વર્ષોમાં પાછળ ધકેલાયો હતો. ગાંધીધામ શહેર માટે સાફ સફાઈનો અભાવ એક મોટો અને જટીલ પ્રશ્ન વર્ષોથી બની રહ્યો છે.

દર મહિને લાખો રુપીયાનો ખર્ચ માત્ર સાફ સફાઈ સબંધિત કરવામાં આવતા હોવા છતાં શહેરમાં જોઇએ તેવી સ્વચ્છતા દેખા દેતી નથી. તો કેટલાક સ્થળોમાં તો હજી પણ જાહેરમાં ઉકરડા જોવા મળે છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નામની કોઇ વ્યવસ્થા જોવા મળતી નથી. આ તમામ વચ્ચે શરૂ થઈ ચુક્યુ છે સ્વચ્છતા સર્વેક્ષણ 2022. જેના આકસ્મિક વીઝીટ સહિતની પ્રક્રિયાઓ પુર્ણ થઈ ચુકી હોવાનું જાણવા મળે છે, તો હવે નાગરિકોના ફીડબેક લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે,જેની અંતિમ તારીખ 31 મે રહેશે.

આ વર્ષે 1500નાગરિકોના ફીડબેક વિવિધ માધ્યમો થકી મેળવાશે, જેમાં ‘શું તમારા વિસ્તારમાં સફાઈ નિયમીત થાય છે?, જાહેરમાં પડેલી ગંદકી જોવા મળે છે?’ સહિતના પ્રશ્નોના જવાબ નાગરિકોએ આપવાના રહે છે. અત્યાર સુધી 65 જેટલા ફીડબેક લેવાયા છે.

નોંધપાત્ર બાબત છે કે 2017 થી 2020 ના સર્વેક્ષણો દરમ્યાન રાજકોટ ઝોનમાં સ્વચ્છતા બાબતે ગાંધીધામમાં અગ્ર સ્થાને રહેતું હતું,પરંતુ લોકોના ફીડબેક લેવાની પ્રક્રિયા શરૂ થયા બાદ 2020 બાદથી તે પાછળ ધકેલાયું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. એટલે કે નાગરિકોમાં સફાઈ મુદે નગરપાલિકાના દાવાથી વિરુદ્ધનો મત ધરાવે છે તે આ પરથી સ્પષ્ટ થાય છે.

જાણો કઈ રીતે આપના વિસ્તારની સફાઈ અંગે આપી શકાય છે ફિડબેક
આપણા શહેર કે આપના વિસ્તારમાં સ્વચ્છતાની શું પરિસ્થિતિ છે? તે અંગે ઓજ સરકારના આ સર્વેક્ષણમાં આપ પોતાનો ફિડબેક આપવા માંગતા હો તો આ ત્રણ માધ્યમો થકી તે થઈ શકે છે. સૌથી સુલભ છે બે એપ્લીકેશન SS2022 ફીડબેક અને સ્વચ્છતા મહુઆ એપ ડાઉનલોડ કરીને તેના થકી ફીડબેક આપવું, અથવા 1969 પર કોલ કરીને અથવા સ્વચ્છતા સર્વેક્ષણની વેબસાઈટ થકી આ શક્ય બને છે. પરંતુ આમાંથી મહતમ પ્રયાસોમાં તકનીકી ખામી છેલ્લા કેટલાક સમયથી આવી રહી હોવાનું પણ જાણવા મળે છે, સુત્રોએ જોકે તે ટુંક સમયમાં દુરસ્ત થઈ જશે તેવો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...