વિવાદ:ગાંધીધામ સંકુલમાં કૌટુંબિક કલહની 3 ઘટના

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુંદરપુરીમાં પત્નીએ રાશનનું કહેતાં પતિએ ધોકાવી, કિડાણામાં રસોઇ બનાવવાનું કહેતા પતિને પત્નીએ માથામાં લાકડી ફટકારી

ગાંધીધામના જુની સુંદરપુરીમાં રાશન લાવવાનું કહેનાર પત્નીને પતિએ ધોકા વડે માર માર્યો હોવાની, તો કિડાણામાં રસોઇ બનાવવાનું કહેનાર પતિને પત્નીએ લાકડી માથામાં ફટકારી ઇજા પહોંચાડી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. દંપતીના કંકાસના પગલે બે અલગ અલગ કિસ્સા પોલીસ ચોપડે ચડ્યા છે. જુની સુંદરપુરીના ઇમામ ચોક ખાતે રહેતા 35 વર્ષીય સુભાન હનિફભાઇ અબ્દુલભાઇ રાઉમાએ ફરિયાદમાં કહ્યું કે, તા.13/9 ના રોજ સવારે તેઓ અને પતિ હનિફ ઘરે હતા ત્યારે સુભાનબેને પતિને ઘરનું રાશનપાણી લાવવા માટે કહેતાં ઉશ્કેરાયેલા હનિફે પહેલાં હાથ વડે માર માર્યા બાદ ધોકા વડે હાથ, પીઠ અને સાથળના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી.

પતિ હનિફ તેમને છેલ્લા બે વર્ષથી શારિરિક માનસિક ત્રાસ આપતો હોવાનું પણ જણાવ્યું હતું. તો, કિડાણાની સંભવ સોસાયટીમાં રહેતા 47 વર્ષીય કૈલાશભાઇ કાનજીભાઇ ફફલે બી-ડિવિઝનમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે તેઓ 9 વાગ્યે ઘરે ગયા ત્યારે તેમના પત્ની દિવ્યાબેને જમવાનું બનાવ્યું ન હોઇ તેમણે પત્નીને રસોઇ બનાવવાનું કહેતાં ઉશ્કેરાયેલા દિવ્યાબેને પતિને લાકડી માથામાં ફટકારી ઇજા પહોંચાડતાં ચાર ટાંકા આવ્યા હતા.

આદિપુરમાં મરચા તળતા પુત્રને પિતાએ છરી મારી
આદિપુરમાં ચાર વાળીમાં રહેતા 26 વર્ષીય તુષારભાઇ નારાણભાઇ ધુઆ તેમના ઘરે હતા. ત્યારે તેમના પિતાએ જમી લીધું હતું તે જમવા બેઠો તેના પહેલાં ખાવા માટે મરચા તળી રહ્યા હતો ત્યારે તેના પિતાએ તેલ કેમ બગાડે છે ? કહેતાં તેણે ખાવા માટે તળું છું જવાબ આપતાં જ ઉશ્કેરાયેલા પિતાએ માં-બેન સમી ભૂ઼ડી ગાળો બોલતાં પુત્રએ ગાળો બોલવાની ના પાડતાં જ પિતાએ છરી વડે હાથની આંગળીમાં ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...