કાર્યવાહી:શિવલખા પાસે સરકારી જમીન પર દબાણ કરી હોટેલ ખડકી દેવાઇ

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચની ફરિયાદના આધારે બે ભાઇ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ભચાઉ તાલુકાના શિવલખા ગામની સીમમાં સામખિયાળી રાધનપુર હાઇવે પર સરકારી ટાવર્સ પૈકીની તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. ની જમીન દબાવી હોટેલ , દુકાન અને પાણીના ટાંકા બનાવી પચાવી પાડનાર ગામ ના જ બે જણા વિરૂધ્ધ મહિલા સરપંચે કરેલી ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ લાકડીયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

હાલમાં શિવલખા ગામના સરપંચ તરીકે તા.16 જાન્યુઆરી 2017 થી ફરજ બજાવતા કુંવરબા ચનુભા જાડેજાના ધ્યાનમાં આવ્યું હતું કે ગામના જ અનિલસિંહ અમરસંગ જાડેજાએ રેવેન્યુ સર્વે નંબર 574/1 તેમજ સરકારી જમીન સર્વે નંબર 1317/4 વાળી જમીન ઉપર 36 ચો.મી. અને 47 ચોમી દબાણ કરીને હોટેલનું બાંધકામ, પાણીનો ટાંકો અને પંક્ચરની દુકાન ઉભી કરી હોવાનું તો રેવેન્યુ સર્વે નંબર 448 વાળી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. ના નામે 7/12 ચાલે છે તે ગ્રામ પંચાયતની જમીન ઉપર ગામના જ જયેન્દ્રસિંહ અમરસંગ જાડેજાએ દબાણ કરી હોટેલ, પાણીનો ટાંકો અને એક રૂમનું બાંધકામ કર્યુ઼ હોવાનો ખ્યાલ આવતાં તેમણે સરપંચ હોવાના નાતે સંપૂર્ણ ખરાઇ કરાવ્યા બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કચ્છ કલેક્ટરને કરેલી ફરિયાદના આધારે તા.28/5 ના રોજ જિલ્લા કક્ષાની સમિતીની બેઠકમાં કલેક્ટરે પૂર્વ કચ્છ પોલીસવડાને આપેલા હુકમના પગલે લાકડિયા પોલીસ મથકે આ બન્ને વિરૂધ્ધ નવા કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો.

જમીન દબાવનાર બન્ને ભાઇઓના ઇતિહાસ ગુનાહિત
શિવલખાના મહિલા સરપંચ કુંવરબા ચનુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સરકારી ટાવર્સ પૈકીની જમીન ઉપર આર્થીક ફાયદા માટે હોટલ ખડકી દેનાર બે ભાઇ અનિલસિંહ અમરસંગ જાડેજા અને જયેન્દ્રસિંહ અમરસંગ જાડેજા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જણાવી અનિલસિંહ અને જયેન્દ્રસિંહ વિરૂધ્ધ લાકડિયા પોલીસ મથકે મારામારી સહિતના અનેક ગુના નોંધાયા હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...