તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર:દેશમાં સૌથી વધુ ભાડું કાસેઝમાં યુનીટ્સ પાસેથી ઉઘરાવાય છે!

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાસેઝ પ્રશાસને આપેલી માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારીઃ કાસેઝીયા

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક્ઝ ઝોન ઈન્ડસ્ટ્રીઝ એસોએશીએશનએ વધુ એક પત્ર કોમર્સ મીનીસ્ટ્રીને પાઠવીને મહત્વપુર્ણ મુદાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું છે કે કાસેઝમાં દેશભરના અન્ય કોઇ સરકારી કે ખાનગી સેઝની સરખામણીમાં સૌથી વધુ ભાડુ વસુલે છે. અગાઉ કાસેઝ પ્રશાસન દ્વારા સતાવાર રીતે વધુ ભાડા મુદે પ્રત્યુતર આપીને અન્ય સેઝના ભાડાઓ ગણાવ્યા હતા, જે અંગે કાસેઝીયાએ ફેક્ટ ચેક પ્રસ્તુત કરીને કાસેઝ પ્રશાસન દ્વારા અપાયેલા આંકડાઓ ગેરમાર્ગે દોરનારા અને અધુરી માહિતી વાળા હોવાનું જણાવ્યું છે.

કાસેઝ 232 PSQM ભાડુ ઉઘરાવે છે
કાસેઝમાં આવેલા ઉધોગોના સમુહનું સંગઠન એટલે કે કાસેઝીયાના પ્રમુખ પારસભાઈ જૈનએ કેંદ્રીય ઉધોગ મંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે કાસેઝીયા દ્વારા કાસેઝમાં ભાડુ ઘટાડવા અને તે ઘણુ વધુ હોવા અંગે રજુઆત કરાઈ હતી. જે અંગે પ્રસાર માધ્યમોમાં આવેલા સમાચારોના પ્રત્યુતરમાં કાસેઝ પ્રશાસન દ્વારા અધુરી અને ગેરમાર્ગે દોરનારી માહિતીઓ પુરી પાડી હતી. કાસેઝીયાએ જણાવ્યું હતું કે કાસેઝ 232 PSQM ભાડુ ઉઘરાવે છે, જ્યારે કે તે મુંબઈ સેઝમાં 100, નોઇડા સેઝમાં 144, ફાલટા સેઝના 85 છે. જે અંગે કોઇ પ્રત્યુતર અપાયો નથી. કાસેઝીયાને દરેક બેઠકમાં બોલાવાતા હોવાનો દાવો પણ એટલા માટે કારણ વીનાનો છે, કેમ કે તેમાં પ્રશાસન પોતાની રીતે કોઇ બે યુનીટ ધારકોને બોલાવી લે છે. કાસેઝ પ્રશાસને કહ્યું કે જીઆઈડીસી પાર્ક, ખોખરના પ્રાઈવેટ સેઝમાં 5300 પર સ્ક્વેર મીટર ભાડુ છે. જે સત્ય છે, પણ તે 33 વર્ષે માટે છે. જેનો અર્થ વર્ષે 161 થાય છે, જે કાસેઝ કરતા ઓછુ છે. અદાણી સેઝના દાખલમાં પણ 3500 દર્શવાયું છે. જ્યારે કે તે પણ 30 વર્ષે માટે છે. એટલે કે તે વાર્ષીય 117 થાય, જે કાસેઝ કરતા ઘણુ ઓછુ છે. ગાંધીધામ જીઆઈડીસી પણ 99 વર્ષે માટે 980 પર સ્ક્વેર મીટરના ભાવે ફાળવાય છે. જે વાર્ષીક 10 રુપીયા જેટલું પહોંચે છે. કાસેઝીયાના પ્રમુખ જૈનએ પત્રમાં આગળ જણાવ્યું છે કે અમે આરોપ પ્રતિઆરોપની રમતમાં પડવા નથી માંગતા પણ ન્યાય થવો જોઇએ. કાસેઝમાં યુનીટ્સ પાસેથી લેવાતું ભાડુ ઘણુ વધારે છે, જે તેમને સ્પર્ધાત્મક યુગમાં જીવવામાં વિઘ્નકર્તા છે. જેથી ભાડુ ઘટાડવાની દિશામાં કોમર્શ મીનીસ્ટ્રીએ ઠોસ્સ પગલા ઉઠાવવા જોઇએ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો